'ઓપરેશન ગારોલ' છઠ્ઠાં દિવસમાં પ્રવેશ્યું, 170 કિ.મી.નો જંગલ, પવર્તો અને ગુફાઓ સૈન્ય સામે 'પડકાર'

જોકે આજે અત્યાર સુધીમાં કોઈ ફાયરિંગની ઘટના બની હતી, સવારે એક બળેલી હાલતમાં શબ મળ્યું, આતંકી હોવાની શંકા

એન્કાઉન્ટર પીર પંજાલની પહાડીઓમાં ચાલી રહ્યું છે, અહીં આવેલી ગુફાઓનો આતંકીઓ ફાયદો ઊઠાવી રહ્યા હોવાનો દાવો

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
'ઓપરેશન ગારોલ' છઠ્ઠાં દિવસમાં પ્રવેશ્યું, 170 કિ.મી.નો જંગલ, પવર્તો અને ગુફાઓ સૈન્ય સામે 'પડકાર' 1 - image

image : IANS


સતત છઠ્ઠા દિવસે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં   (Anantnag Encounter) સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેના માટે ઓપરેશન ગારોલ હાથ ધરાયું છે.  જંગલ વિસ્તાર અને પહાડોમાં છુપાયેલા આતંકીઓ પર સેના દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફરી એકવાર આજે સવારે આતંકી પર ફાયરિંગ શરુ કરવામાં આવી હતી. સેનાને આજે એક આતંકવાદીનું બળેલું શબ પણ મળ્યું હતું.

એક આતંકવાદીનું બળેલું શબ સેનાને મળ્યાની માહિતી 

જે રીતના કપડાની પેટર્ન છે એ પરથી માનવામાં આવી રહ્યું છે કે આ બળેલું શબ એ આતંકવાદીનું છે. આ સવારથી આ શબની જાણકારી માટે સેના દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. ડ્રોન દ્વારા આસપાસના જંગલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે રવિવારે સેના અને આતંકવાદી વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અહીં કેટલા આતંકીઓની હાજરી છે. જોકે, આજ સવારથી આતંકવાદી દ્વારા કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી.   

આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મુશ્કેલ   

અમૂક નિષ્ણાતોનું માનવું છે કે, અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર સ્થળ પીર પંજાલ પહાડીઓમાં આવે છે. આ મુઝફ્ફરાબાદથી કિશ્તવાડ સુધીનો લગભગ 170 કિલોમીટરનો વિસ્તાર છે. આટલા મોટા વિસ્તારમાં 2-3 આતંકવાદીઓને શોધવા ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે સુરક્ષા દળોને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આતંકવાદીઓ માટે ખૂબ જ સુરક્ષિત જગ્યા છે. આ ટેકરી 75-80 ડિગ્રીની ઉંચાઈ પર આવેલ જોવા મળે છે. આ વિસ્તારમાં ઘણી ગુફાઓ પણ છે, જેમાં આતંકીઓએ પોતાનો અડ્ડો બનાવી કબજો જમાવ્યો છે. આવા સંજોગોમાં તેઓ સુરક્ષા દળો પર ઓચિંતો હુમલો કરી શકે છે. જ્યારે આતંકવાદીઓ પહાડોની ઊંચાઈ પર રહે છે ત્યારે તેઓ ભારતીય સેનાની ગતિવિધિઓને સરળતાથી જોઈ શકે છે માટે આ લડાઈ એટલી સરળ નથી.peer-panjal


Google NewsGoogle News