Get The App

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી 1 - image


NSG Commandos In Jammu: જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન્ટ હંમેશા આ કેન્દ્રમાં તહેનાત રહેશે. એનએસજીએ જમ્મુના વિવિધ ભાગોમાં તેમજ બહારના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો, સુરક્ષા સંસ્થાઓ અને સંવેદનશીલ જાહેર સ્થળોનું સુરક્ષા ઓડિટ કરીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તેનો કાર્ય યોજના પણ તૈયાર કરી છે.

એનએસજી વર્ષ 2018થી શ્રીનગરમાં તહેનાત છે

કેન્દ્રના આ નિર્ણયથી હવે જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ અને આવી કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે એનએસજીને દિલ્હી અથવા ચંદીગઢથી બોલાવવાની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી એનએસજી  વર્ષ 2018થી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં કાયમી ધોરણે તહેનાત હતી. આ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચીનમાં ભ્રષ્ટાચારની સજા ફાંસી! સૌથી મોટી બેન્કના વડાને 160 કરોડ રૂપિયાની લાંચ કેસમાં મૃત્યુદંડ

અધિકારીઓના જણાવ્યાનુસાર, 'છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ શહેરની અંદર આતંકીઓ દ્વારા મોટા હુમલાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓના અહેવાલના આધારે જમ્મુમાં એનએસજીના સ્થાયી મંજૂરી આપી છે. એનએસજીના જવાનોનું એક જૂથ હવે કાયમી ધોરણે જમ્મુમાં હાજર રહેશે.'

આતંકવાદ સામેની કાર્યવાહીમાં એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ મુખ્ય ભૂમિકા ભજવશે

જમ્મુમાં એનએસજીની તહેનાતી પર સંબંધિત અધિકારીઓએ કહ્યું કે, 'એનએસજી કમાન્ડોની તહેનાત જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જમ્મુ અને કાશ્મીર માટે તહેનાત કરવામાં આવેલા આતંકવાદ વિરોધી એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી છે. પરંતુ એનએસજી કમાન્ડોની તહેનાત કરવાનો અર્થ એવો ન કરવો જોઈએ કે હવે માત્ર એનએસજી જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીની જવાબદારી સંભાળશે. આ જવાબદારી માત્ર જમ્મુ અને કાશ્મીર પોલીસની છે અને તે અને તેની એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.'

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી 2 - image



Google NewsGoogle News