જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

મોડી રાતે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો 1 - image


Jammu Kashmir Earthquack | આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

કિશ્તવાડમાં 3.7નું ભૂકંપ 

મંગળવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ગયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપના આંચકા રાતે 1.10 વાગ્યે 5 કિ.મી.ની ઊંડાઈએ અનુભવાયા હતા. 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો 2 - image


Google NewsGoogle News