જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલાયું 'શહીદ કેપ્ટન તુષાર મહાજન' રાખવાનો નિર્ણય

ફેબ્રુઆરી 2016ના રોજ પુલવામામાં જેકેઈડીઆઈની ઈમારત પર થયેલા આતંકી હુમલામાં સૈન્યના 9 પેરા સ્પેશિયલ ફોર્સિઝના કેપ્ટન તુષાર મહાજન આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થઈ ગયા હતા

માહિતી અનુસાર 6 સપ્ટેમ્બરે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી મળી હતી, લાંબા સમયથી ઉધમપુરના લોકો આ માગ કરી રહ્યા હતા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલાયું 'શહીદ કેપ્ટન તુષાર મહાજન' રાખવાનો નિર્ણય 1 - image

ભારતીય રેલવેએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજનના નામ પર રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ માહિતી આપી હતી. 

રેલવેના પીઆરઓએ આપી માહિતી 

રેલવેના પીઆરઓ વતી અપાયેલી જાણકારી અનુસાર શહીદ કેપ્ટન તુષાર મહાજનના નામે આ સ્ટેશનનું નામ બદલી નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2016ના રોજ પુલવામામાં જેકેઈડીઆઈની ઈમારત પર થયેલા આતંકી હુમલામાં સૈન્યના 9 પેરા સ્પેશિયલ ફોર્સિઝના કેપ્ટન તુષાર મહાજન આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થઈ ગયા હતા. તેમના બલિદાનના સન્માનમાં ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બલિદાની કેપ્ટનના નામે રાખવાનો નિર્ણય લેવાયો હતો અને શનિવારે તેનું નામ બદલી નખાયું. 

6 સપ્ટેમ્બરે મંજૂરી મળી હતી 

માહિતી અનુસાર 6 સપ્ટેમ્બરે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી મળી હતી. લાંબા સમયથી ઉધમપુરના લોકો આ માગ કરી રહ્યા હતા. હવે આ માગ પૂરી કરાઇ છે. જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રએ આ માગને સ્વીકારી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવા સાઈનબોર્ડ તૈયાર થઈ ગયા છે. 


Google NewsGoogle News