જમ્મુ-કાશ્મીર : કુલગામમાં સેનાની મોટી કાર્યવાહી, 2 આતંકવાદીઓ ઠાર, રાજૌરીમાં પણ સર્ચ ઓપરેશન

સેનાએ બે આતંકીઓને ઠાર ક્યા બાદ કુજ્જર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

રાજૌરીમાં આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન યથાવત્

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીર : કુલગામમાં સેનાની મોટી કાર્યવાહી, 2 આતંકવાદીઓ ઠાર, રાજૌરીમાં પણ સર્ચ ઓપરેશન 1 - image

જમ્મુ-કાશ્મીર, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુલગામમાં ભારતીય સેના (Indian Army)ના જવાનો અને આતંકવાદીઓ (Terrorist Attack) વચ્ચે બપોરથી ચાલી રહેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર થયા છે. સેનાને જિલ્લાના કુજ્જર વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સુચના મળતા મોટો કાફલો ખડકી દેવાયો હતો. આ દરમિયાન બપોરે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ ગઈ હતી. કાશ્મીર ઝોનના પોલીસે જણાવ્યું કે, સેનાના જવાનોએ ઓપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું

દરમિયાન કુજ્જરમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની મળી હતી. સેનાના જવાનો જ્યારે સર્ચ ઓપરેશન કરવા ગયા ત્યારે આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સેનાએ ટીમ બનાવી ચારેકોર ઘેરો કરી લીધો હતો અને આતંકવાદીઓને સરેન્ડર કરવા પણ કહ્યું હતું, પરંતુ આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપવા જવાનો પર ફાયરિંગ કરી દીધું હતું. જોકે સેનાના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. છેવટે સેનાએ મોટી સફળતા મેળવી 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. 

કુજ્જર વિસ્તારી નાકાબંધી કરી સર્ચ ઓપરેશન

કાશ્મીર ઝોનના પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળેથી આતંકવાદીઓના મૃતદેહો કબજે કરાયા છે. ઉપરાંત કુજ્જર વિસ્તારની ચારેકોરથી ઘેરાબંધી કરી દેવામાં આવી છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

રાજૌરીમાં પણ સર્ચ ઓપરેશન

બીજી તરફ સેનાના જવાનો દ્વારા જમ્મુ જિલ્લાના રાજૌરીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરક્ષા દળોને રવિવારે સુચના મળી હતી કે, રાજૌરી જિલ્લામાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયેલા છે... ત્યારબાદ સુરક્ષા દળો અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું... આતંકવાદીઓએ સોમવારે મોડી સાંજે નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો અને આડેધડ ફાયરિંગ પણ કર્યું, જેમાં 3 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત 3 જવાનોમાંથી 2 જવાનો સ્પેશિયલ ફોર્સના છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.


Google NewsGoogle News