Get The App

VIDEO : કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2થી 3 આતંકીઓને ઘેર્યા

સુરક્ષા ટીમે બાતમીના આધારે સમનુ ગામને ચારેકોરથી ઘેરતા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું

સમનુ ગામમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા, આતંકીઓને પકડવા કવાયત પુરજોશમાં

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
VIDEO : કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2થી 3 આતંકીઓને ઘેર્યા 1 - image

કુલગામ, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર

જમ્મુ-કાશ્મરી (Jammu And Kashmir)માં આતંકવાદીઓએ હુમલો (Terrorist Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં દક્ષિણ કાશ્મીરના કુલગામ (Kulgam) જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. કુલગામ જિલ્લાના સમનૂ ગામમાં આજે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેના બંને તરફી ફાયરિંગ થઈ રહ્યું છે.

સૂત્રો દ્વાર મળતા અહેવાલો મુજબ પોલીસ, સેના અને 34 આરઆર અને CRPFની સંયુક્ત ટીમને બાતમીના આધારે કુલગામના સમનુ ગામને ઘેરી લીધું હતું અને મોટાપાયે તપાસ અભિયાન શરૂ કર્યું છે. જોકે આ દરમિયાન આતંકવાદીઓએ પોલીસનો કાફલો અને કડક બંદોબસ્ત જોતા જ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું છે. જેનો સેના પણ વળતો જવાબ આપી રહ્યું છે. હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.


Google NewsGoogle News