Get The App

VIDEO: શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગ: આતંકીઓએ પંજાબના બે યુવકને ગોળી મારી, એક મોત

ઘટના અંગે ગુલામ નબી આઝાદે દુઃખ વ્યક્ત કરી કહ્યું કે, ‘હિંસાનું ચક્ર ખતમ થવું જોઈએ’

આતંકીઓએ અમૃતસરના વ્યક્તિને નજીકથી ગોળી મારી, પોલીસનું તપાસ અભિયાન શરૂ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
VIDEO: શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગ: આતંકીઓએ પંજાબના બે યુવકને ગોળી મારી, એક મોત 1 - image

Terrorist Attack in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીર સ્થિત શ્રીનગરમાં આજે મોટો આતંકી હુમલો થયો છે, જેમાં એક શિખ યુવકને મોતને ઘાટ ઉતારાયો છે. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. અધિકારીઓએ કહ્યું કે, આ ઘટના હબ્બા કલના શલ્લા કલ વિસ્તારમાં આજે સાંજે લગભગ 7.00 વાગ્યે બની છે, જેમાં આતંકવાદીઓએ એકે રાઈફલથી અમૃતસરના અમૃતપાલ સિંહને નજીકથી ગોળી મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બહારગામના શ્રમિક 25 વર્ષિક રોહિત નામનો યુવક ઈજાગ્રસ્ત થયો છે.

હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસની કવાયત શરૂ

અધિકારીઓએ કહ્યું કે, અમૃતસરના રહેવાસી રોહિતને પેટમાં ગોળી વાગતા તુરંત હોસ્પિટલ ખસેડાયો છે. એસએમએચએસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે અને આતંકીઓને ઝડપી પાડવા શોખધોળ અભિયાન શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ઘટના બની તે વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરાઈ છે. 

ઘટના અંગે ગુલામ નબી આઝાદે દુઃખ વ્યક્ત કર્યું

ઘટના અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે, ‘શ્રીનગરમાં આજે આતંકવાદના કારણે પંજાબના અમૃતસર (Amritsar in Punjab)ના અમૃતપાલ સિંહની દુઃખદ મૃત્યુ થતા હું દુઃખી થયો છું. બહારના લોકો અને નિર્દોષ લોકોને નિશાન બનાવી આવી સંવેદનશીલ હિંસાની અમે નિંદા કરીએ છીએ. હિંસાનું આ ચક્ર ખતમ થવું જોઈએ.’ ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે આતંકવાદીઓએ અનંતનાગ અને શોપિયા જિલ્લા સહિત ખીણમાં બહારગામના શ્રમિકો પર ઘણા હુમલા કર્યા હતા, ત્યારે આ વર્ષે બહારના વ્યક્તિ પર હુમલો થવાની પ્રથમ ઘટના બની છે.


Google NewsGoogle News