Get The App

VIDEO : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી 1 - image


Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારમારી થઈ છે. ગઈકાલે (9 એપ્રિલ) બનેલી આ ઘટના બાદ AAPએ આક્રોષ વ્યક્ત કર્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવી દેખાવો કરી રહ્યા છે.

AAP કાર્યકર્તાઓના ઉગ્ર દેખાવો

ડોડા જિલ્લાના AAP ધારાસભ્ય મેહરાજ મલિકે દાવો કર્યે છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બુધવારે ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે મારામારી કરી હતી. ત્યારબાદ મલિક અને તેમના સમર્થકો રસ્તા પર આવી ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે. મલિકે આક્ષેપ કર્યો છે કે, 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જમ્મુમાં મોટાભાગની બેઠકો જીતી, જોકે ભાજપ ધારાસભ્યો જનતાની સેવા કરવાના બદેલ પોતાનું ઘર ભરી રહ્યા છે.

ભાજપ ધારાસભ્યોએ મારામારી કરી હોવાનો આક્ષેપ

તેમણે કહ્યું કે, ‘હું જમ્મુનો એકમાત્ર ધારાસભ્ય છું અને હું પ્રજા સાથે જોડાયેલા મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવા માંગતો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, વિધાનસભામાં મને મુદ્દા ઉઠાવતા રોકવામાં આવ્યો અને મારી સાથે મારામારી પણ કરવામાં આવી.’ તેમણે બુધવારે થયેલી મારામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘હું વિધાનસભામાં PDPના ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહ્યો હતો, જોકે આ દરમિયાન અચાનક ભાજપના ધારાસભ્યો આવ્યા અને મારી સાથે ઉગ્ર બોલાચાલી અને મારા મારી કરવા લાગ્યો. હું હંમેશા પ્રજાના મુદ્દાઓ ઉઠાવતો રહીશ, કોઈપણ વ્યક્તિ પ્રજાની અવાજને દબાવી શકતો નથી.’

AAPએ ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

મારમારીની ઘટના બાદ મલિક અને સમર્થકોએ પોસ્ટરો સાથે જોરદાર દેખાવો કર્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ માંગ કરી છે કે, ભાજપ અને નેશનલ કોન્ફરનન્સના ડીએનએની તપાસ કરવી જોઈએ. આપે ભાજપ-નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની ટીમે તેમને અટકાવ્યા, જેના કારણે પોલીસ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુકી થઈ.

Tags :