જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ભયાનક બ્લાસ્ટ, સેનાના 6 જવાન ઘાયલ
Landmine Blast Near LOC In Nowshera : જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચથી છ જવાનો ઘાયલ થયા છે. તમામની હાલત સ્થિર છે. તેમને આર્મી હોસ્પિટલ રાજૌરી રિફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
સેનાના દળે ભૂલથી લેન્ડમાઈન્ડ પર પગ મૂકતા બ્લાસ્ટ
સૂત્રોના જણાવ્યા મુજબ નિયમિત પેટ્રોલિંગ કરતા સેનાના દળે ભૂલથી એક લેન્ડમાઈન્ડ પર પગ રાખી દીધો હતો, જેના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ સૈનિકોને તુરંત રાજૌરીની 150 જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અગાઉ પૂંચમાં વિસ્ફોટ થયો હતો
વિસ્ફોટ થયાની માહિતી મળતાં જ ત્યાં સેનાના જવાનો, પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પહેલા નવમી ડિસેમ્બર-2024ના રોજ જમ્મુના પૂંચમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા. ઓક્ટોબર 2024માં કુપવાડામાં સુરંગ વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો