Get The App

આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઑપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
Jammu and Kashmir Encounter
Representative image 

Jammu and Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઑપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું કહેવું છે કે આતંકીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરુ કરી દીધો હતો.

ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં લખ્યું કે, 'કુલગામના કાદરમાં 19મી ડિસેમ્બરે આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાદર, કુલગામમાં સંયુક્ત ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. એન્કાઉન્ટર દરમિયાન બે જવાનો ઘાયલ થયા છે અને તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.'

આ પણ વાંચો: અમદાવાદથી વિદેશ જવું મોંઘુ પડશે, મુંબઈ-દિલ્હીથી જશો તો 20થી 25 હજારનો થશે ફાયદો


ઉલ્લેખનીય છે કે, ત્રીજી ડિસેમ્બરે સુરક્ષા દળોએ શ્રીનગર જિલ્લામાં એક ઑપરેશન દરમિયાન જુનૈદ અહેમદ ભટ્ટ નામના આતંકીને ઠાર માર્યો હતો. ત્યારે પોલીસે માહિતી આપી હતી કે જુનૈદ અહેમદ ભટ્ટે ગગનગીર, ગાંદરબલ અને અન્ય ઘણી જગ્યાએ નાગરિકો પર હુમલામાં સામેલ હતો.

દિલ્હીમાં સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

આ એન્કાઉન્ટર એવા સમયે થયું છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. આ બેઠક આજે (19મી ડિસેમ્બર) થઈ શકે છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર આપવામાં આવી શકે છે.

આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઑપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ 2 - image


Google NewsGoogle News