Get The App

ઓમર મુખ્યમંત્રી બને એ પહેલાં જ મોટું ટ્વિસ્ટ, જમ્મુ-કાશ્મીર સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં થાય!

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ઓમર મુખ્યમંત્રી બને એ પહેલાં જ મોટું ટ્વિસ્ટ, જમ્મુ-કાશ્મીર સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં થાય! 1 - image


Jammu Kashmir News: કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય. પાર્ટીએ નેશનલ કોન્ફરન્સ સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઓમર અબ્દુલ્લા આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે, પરંતુ તેના પહેલા કોંગ્રેસે આ મોટો નિર્ણય લીધો છે. એટલે કે ઓમર અબ્દુલ્લાની સાથે કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય આજે શપથ નહીં લે.

બહારથી સમર્થન આપવાનો નિર્ણય 

જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ થવાને બદલે કોંગ્રેસ તેને બહારથી સમર્થન આપશે. એટલે કે ઓમર અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસ તરફથી કોઈ મંત્રી નહીં હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર આના માટે બે કારણો જણાવવામાં આવી રહ્યા છે. પહેલું એ કે કોંગ્રેસને ઓમર સરકારમાં બે મંત્રી પદ જોઈતા હતા, પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. દબાણ ઉભું કરવા કોંગ્રેસે બહારથી સમર્થન મેળવવાનો નિર્ણય કર્યો છે.

બીજું કારણ આ પણ... 

તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે કોંગ્રેસ નેતૃત્વ ઈચ્છતું નથી કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર છ બેઠકો જીત્યા બાદ રાજ્ય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આ કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત છે. જોકે, રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પ્રિયંકા ગાંધી આજે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

ઓમર મુખ્યમંત્રી બને એ પહેલાં જ મોટું ટ્વિસ્ટ, જમ્મુ-કાશ્મીર સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં થાય! 2 - image

 


Google NewsGoogle News