ભારત જોડો યાત્રાના જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ પહેલા કોંગ્રેસના આ નેતાએ આપ્યું રાજીનામું
- હાલમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા હિમાચલ પ્રદેશમાં છે
- પૂર્વ મંત્રી લાલ સિંહને યાત્રામાં જોડાવાની પરવાનગી મળવાથી પ્રવક્તા દીપિકા પુષ્કર નાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે
નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી 2023, બુધવાર
ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચે તે પહેલા જ કોંગ્રેસને મોટો ઝાટકો વાગ્યો છે. પાર્ટીના રાજ્ય પ્રવક્તાએ 'વૈચારિક' બાબતોને ટાંકીને રાજીનામું આપી દીધું છે. હવે તેના તાર કઠુઆ ગેંગરેપ સાથે પણ જોડાઈ રહ્યા છે. હાલમાં કોંગ્રેસની યાત્રા હિમાચલ પ્રદેશમાં છે અને આ સપ્તાહમાં તે જમ્મુ-કાશ્મીર પહોંચશે.
મળતી માહીતી અનુસાર પૂર્વ મંત્રી લાલ સિંહને યાત્રામાં જોડાવાની પરવાનગી મળવાથી પ્રવક્તા દીપિકા પુષ્કર નાથે પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે લાલ સિંહે 8 વર્ષની બાળકી સાથે સંકળાયેલા કઠુઆ બળાત્કાર કેસમાં બળાત્કારીઓનો બચાવ કરીને મામલાને નુકસાન પહોંચાડ્યું હતું. બે વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિંહ 2014માં કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા.
તે જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ ડોમેક્રેટિક પાર્ટી (PDP) અને BJPની અગાઉની સરકારમાં મંત્રી પણ હતા. જાન્યુઆરી 2018માં કઠુઆ બળાત્કાર કેસના આરોપીઓના સમર્થનમાં નીકાળેલી એક રેલીમાં ભાગ લેવા અંગે થયેલા હોબાળા બાદ સિંહે BJPમાંથી રાજીનામું આપી દીધું હતું અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી (DSSP) બનાવી હતી. તેમણે રેલીમાં ભાગ લેવાના પોતાના પગલાનો એવું કહીને બચાવ કર્યો હતો કે તે સ્થિતિને શાંત અને નિયંત્રિત કરવા માટે ત્યાં ગયા હતા.
નાથે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'લાલ સિંહના ભારત જોડો યાત્રાના પ્રસ્તાવ અને તેની પરવાનગીને ધ્યાનમાં રાખીને મારી પાસે કોંગ્રેસ છોડ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. લાલ સિંહ 2018માં બળાત્કારીઓનો ખુલ્લેઆમ બચાવ કરીને કઠુઆ બળાત્કાર કેસને નબળો કરવા માટે જવાબદાર હતા'. 2018માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો હતો.
નાથ વ્યવસાયે વકીલ હતી જે પીડિતાને જમ્મુની હાઈકોર્ટમાં લઈ ગઈ હતી. આ અગાઉ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જમ્મુ-કાશ્મીર પ્રભારી રજની પાટીલે મીડીયાને કહ્યું હતું કે જે લોકો ગાંધીની વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે.