Get The App

VIDEO : જામિયા યુનિવર્સિટીમાં ફરી હોબાળો, દિવાળીની ઉજવણી પર રોકથી મામલો બીચક્યો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
VIDEO : જામિયા યુનિવર્સિટીમાં ફરી હોબાળો, દિવાળીની ઉજવણી પર રોકથી મામલો બીચક્યો 1 - image


Jamia Millia Islamia University Student Clash: જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પરિસરમાં મંગળવારે (22 ઓક્ટોબર) વિદ્યાર્થીઓના એક સમૂહની તરફથી દિવાળી કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીઓએ પહેલાંથી સુનિશ્ચિત વિસ્તારમાં દીવા પ્રગટાવ્યા હતાં. આ દરમિયાન રંગોળી હરિફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન કરનાર વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આ દરમિયાન બીજા પક્ષના લોકો આવ્યા અને રંગોળી ભૂંસી નાંખી તેમજ દીવા પણ ઓલવી દીધા. ત્યારબાદ જામિયા પરિસરમાં હંગામો શરૂ થઈ ગયો.

દિવાળી કાર્યક્રમમાં થયો હોબાળો

જણાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી કાર્યક્રમમાં કથિત અડચણ ઊભી કર્યાં બાદ થયેલો હંગામો આશરે અડધો કલાક સુધી ચાલ્યો. આ દરમિયાન બંને પક્ષના લોકો વચ્ચે જોરદાર મારપીટ પણ થઈ. આ મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઘટનાની સૂચના પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ બંને પક્ષના વિદ્યાર્થીઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. જેથી પોલીસ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની એમએલસી અને ફરિયાદની રાહ જુએ છે. 

આ પણ વાંચોઃ કાર સાથે પ્રોપર્ટી ડીલરને બાળી નાખ્યો, મિત્રો પર જ હત્યાનો આરોપ, ગ્રેટર નોઈડાની ડરામણી ઘટના

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંગળવારે વિદ્યાર્થીઓના એક વર્ગની તરફથી જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના પરિસરમાં રંગોળીની હરિફાઈ અને દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે આશરે 7:30 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થયો હતો. જે દરિયાન આ સમગ્ર તઘટના બની હતી.



આયોજકોએ લગાવ્યો આરોપ

આયોજકોનો આરોપ છે કે, દિવાળી કાર્યક્રમમાં આયોજન સ્થળથી પસાર થઈ રહેલાં વિદ્યાર્થીના એક વર્ગે પહેલાં રંગોળી ભૂંસી નાંખી બાદમાં દીવા ઓલવી દીધાં. ત્યારબાદ કાર્યક્રમમાં અડચણ ઊભી કરનાર બીજા વર્ગના વિદ્યાર્થીઓએ ત્યાં મઝહબી નારા લગાવવાના શરૂ કરી દીધાં. આયોજકોએ જ્યારે તેનો વિરોધ કર્યો તો નારા લગાવી રહેલાં વિદ્યાર્થીઓ સાથેનો વિવાદ મારપીટમાં ફેરવાઈ ગયો. ત્યારૂબાદ બંને પક્ષ વચ્ચે વિવાદ વધી ગયો અને ઝઘડો વધી ગયો. મારપીટમાં ઘણાં લોકો ઘાયલ થયાં હતાં. 

આ પણ વાંચોઃ હવાઈ મુસાફરો અને એરલાઇન્સ ટેન્શનમાં, વધુ 80 ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં 600 કરોડનું નુકસાન

બે જૂથ વચ્ચે થઈ અથડામણ

આ ઘટના વિશે એબીવીપીના એક પદાધિકારીએ જણાવ્યું કે, આ ખૂબ જ શાંતિપૂર્ણ માનવામાં આવતો કાર્યક્રમ હતો. તે એબીવીપીના રાષ્ટ્રીય કલા મંચ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં પરંતુ અમુક લોકોએ આપત્તિજનક ભાષાનો પ્રયોગ કર્યો અને ત્યારબાદ એક તરફ વંદે માતરમ અને બીજી બાજુ અલ્લા હૂ અકબરના નારા લાગવાના શરૂ થઈ ગયાં. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ પણ થઈ હતી.


Google NewsGoogle News