Get The App

રામાયણના અજાણ્યાં કિસ્સાથી વાકેફ કરાવશે 'જલસો', સાંભળો પહેલીવાર ગુજરાતીમાં 'સંપૂર્ણ રામાયણ'નું પોડકાસ્ટ

હવે પ્રતીક્ષાનો અંત નજીક છે ત્યારે ઘર ઘરમાં ગુંજશે રામ સિયા રામ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
રામાયણના અજાણ્યાં કિસ્સાથી વાકેફ કરાવશે 'જલસો', સાંભળો પહેલીવાર ગુજરાતીમાં 'સંપૂર્ણ રામાયણ'નું પોડકાસ્ટ 1 - image


Jalso Podcast on Sampurna Ramayana | અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દુનિયાભરમાં અનેરો ઉત્સાહ છે. આપણે બધા 'રામાયણ' થી તો વાકેફ છીએ જ. આમ છતાં, રામાયણની એવી અનેક ઓછા જાણીતા કિસ્સા છે, જેનાથી ઘણાં લોકો વાકેફ નહીં હોય. રામાયણની કથા તો બહુ જ વિસ્તૃત છે. એના વિષે લખવા બેસીએ તો મનોજ ખંડેરિયા લખે છે એમ ‘વરસોના વરસ લાગે’. હવે પ્રતીક્ષાનો અંત નજીક છે ત્યારે ઘર ઘરમાં ગુંજશે રામ સિયા રામ કારણ કે ‘જલસો’ Music and Podcast App પર આવી છે, પ્રભુ શ્રીરામની કથા પહેલીવાર સંપૂર્ણ ગુજરાતીમાં. રામાયણની આ કથાને શબ્દોથી સજાવી છે સંસ્કૃતના અભ્યાસુ ભૂમિકાબહેન ભુવાએ, તો તે શબ્દોને અવાજ આપ્યો છે ગુજરાતના લોકપ્રિય લેખક, વાર્તાકાર અને કર્ણપ્રિય વક્તા એવા રામ મોરીએ. તો અત્યારે જ Download કરીને થઈ જાઓ રામનામમાં રસતરબોળ. ‘જલસો’ પર તમને મહર્ષિ વાલ્મિકી અને તુલસીદાસ દ્વારા રચિત સંપૂર્ણ રામાયણ મળશે ઓડિયો ફોર્મેટમાં. 

રામાયણ એટલે શ્રદ્ધાની જ્યોત, ભવ્ય ગાથા, જે ગવાય છે યુગો યુગોથી   

શ્રીરામ, આદિકાળથી અખંડ છે જે શ્રદ્ધાની જ્યોત. દરેક સનાતનીના મનમાં રમે છે જે નામ. એ ભવ્ય ગાથા, જે ગવાય છે યુગો યુગોથી. જે વસે છે ભારતના કણ કણમાં. જેમના ધનુષનો ટંકાર આજે પણ ધ્રુજાવે છે પંચવટીનાં પહાડ. એ મર્યાદા પુરુષોત્તમ ‘શ્રી રામ’ અને રામની કથા એટલે રામાયણ. વાલ્મિકીથી લઈને તુલસીદાસ અને હજારો અન્ય વકતાઓની વાણીમાં અસ્ખલિત વહી ચૂકેલું એ મહાકાવ્ય એટલે રામાયણ. આ કથાના નાયક રામ એ પ્રતીક્ષાનો પર્યાય છે. જો કે રામ મંદિરની એ પ્રતીક્ષાનો અંત હવે નજીક છે. કરોડો ભારતીયો જે ક્ષણની રાહમાં હર્ષના આંસુ સારી રહ્યા છે, એ ક્ષણ એટલે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા. સમગ્ર દેશ અને ભારતની સાથે સાથે હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારા કરોડો લોકો આ ક્ષણની આતુરતાપૂર્વકથી રાહત જોતા. આજે રામનામ એ ભારતના ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ અને આનંદનો પર્યાય બની ગયું છે. એ રામની મહાગાથા એટલે રામાયણ. એ સંસ્કાર કથા એટલે રામાયણ. એ રામના પવિત્ર પ્રસંગોની કથા એટલે રામાયણ. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસના બે મહાકાવ્યો એટલે ‘રામાયણ’ અને ‘મહાભારત’. કોઈએ આ બે ગ્રંથો વિષે કહ્યું છે કે ‘જીવનમાં શું કરવું એ જાણવું હોય તો રામાયણ અને જીવનમાં શું ન કરવું એ જાણવા મહાભારત વાંચવું.’

શું છે રામ નામનો અર્થ? 

રામ, આ નામમાં ‘રા’નો અર્થ છે પ્રકાશ. ‘મ’નો અર્થ એટલે હું. એટલે રામ નામનો અર્થ થાય છે ‘મારા અંદરનો પ્રકાશ.’ જે તમારી અંદર ચમકે છે, એ રામ છે, જે અસ્તિત્વ છે, સૃષ્ટિના કણે કણમાં દેદીપ્યમાન છે, તે રામ છે. ભગવાન રામ પોતાના આદર્શ માટે ઓળખાયા છે. તેથી તેમને તમામ માનવીય વ્યવહારોમાં આદર્શ મનાયા છે અને તેથી જ તેમને ‘મર્યાદા પુરુષોત્તમ’ કહેવામાં આવે છે. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. અને અયોધ્યા નામનો અર્થ પણ બહુ વિશિષ્ટ છે. ‘એ સ્થાન જ્યાં કોઈ યુદ્ધ થઇ શકતું નથી.’ વાહ, જ્યાં ભગવાન રામ સ્વયં જન્મ્યા હોય ત્યાં યુદ્ધનો વિચાર પણ કેવી રીતે આવી શકે! એ અયોધ્યા નગરી પ્રેમનો પર્યાય બની. સ્નેહની સરવાણી બની. ભક્તિની ભૂમિ બની અને એ અયોધ્યાના રાજકુમાર પ્રભુ રામ. તેમના આદર્શોની કથા એટલે ભારતનું આ મહાકાવ્ય રામાયણ.

શું છે આ સંપૂર્ણ રામાયણમાં?

સરયુંના ખળખળ જળથી શરુ થયેલી આ મહાગાથા, જે પહોંચી છે હિન્દ મહાસાગર સુધી. ચિત્રકૂટ, પંચવટી અને કિષ્કિન્ધામાં હજુ પણ જેનાં પગલાંની છાપ છે. જેમના નામના પથ્થર હજુ આખા ભારતમાં તરે છે એ મર્યાદાપુરુષોત્તમ રામ. મનુષ્ય જીવનની મર્યાદા સાથે પૃથ્વી પર અવતર્યા હતા સ્વયં ભગવાન. ભગવાન વિષ્ણુના સાતમાં અવતારની કથા એટલે રામાયણ. અપુત્ર દશરથના દૂર થયા દુઃખ. ઋષિ વશિષ્ઠના યજ્ઞનું મળ્યું ફળ અને પૃથ્વી પર આવ્યા ભગવાન રામ સાથે ભ્રાતા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આખી અયોધ્યામાં ઉલ્લાસ જ ઉલ્લાસ. રામાયણની વાત નિરાળી. કળિયુગમાં પણ આવ્યા રામ અને એ રામના આગમનની કથા એટલે આ રામાયણ. 

ઋષિ વિશ્વામિત્રની દશરથને યાચના

અયોધ્યાના દરબારમાં આવેલા ઋષિ વિશ્વામિત્રે રાજા દશરથને એક યાચના કરી. એ યાચના કઈ? ભયાનક રાક્ષસોનાં વધ માટે કિશોર રામને સાથે લઈ જવાની રાજા દશરથ પાસે મંજૂરી માગતી યાચના. અને રામ-લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે જાય છે ત્યાં કેવી રીતે શ્રી રામની ચરણરજથી જીવિત થઇ ઉઠે છે અહલ્યાનાં પ્રાણ? 

વનગમનથી લઈને તાટકા વધની કથા   

પ્રભુ શ્રીરામમાં પ્રથમ વનગમનથી લઈને તાડકા વધની કથા એટલે આ રામાયણ. અયોધ્યાથી વનગમન માટે નીકળેલા શ્રીરામ ધીમે ધીમે માતા જાનકીની નજીક જતા હતા. તાડકા વધ માટે વનમાં પ્રવેશેલા પ્રભુ શ્રીરામ કેવી રીતે જનકપુર પહોંચે છે? માતા જાનકી સાથે તેમનો પરિચય કેવી રીતે થાય છે? પછી જનકપુરમાં યોજાનારા માતા સીતા અને પ્રભુ શ્રીરામનો ભવ્ય વિવાહ સમારંભ. અને રામસીતાનાં મિલનની કથા એટલે આ રામાયણ.


Google NewsGoogle News