ચા વેચનારે અફવા ફેલાવી, લોકો ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયા: જલગાંવમાં 13 મોત મામલે મોટો ખુલાસો
Jalgaon Rail Tragedy: મહારાષ્ટ્રના જલગાંવમાં 22 જાન્યુઆરીના રોજ લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસના મુસાફરો સાથે મોટો અકસ્માત થયો હતો. ટ્રેનમાં આગની અફવા ફેલાઈ હતી, જેના કારણે મુસાફરો ચિંતામાં મુકાઈ ગયા અને અચાનક ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં બાજુના ટ્રેક પર આવતી ટ્રેને ઘણા મુસાફરોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
એક ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી અફવા
હવે આ મામલે દુર્ઘટના સમયે ટ્રેનમાં હાજર એક મુસાફરે જણાવ્યું કે ટ્રેનમાં આગની અફવા એક ચા વેચનાર દ્વારા ફેલાવવામાં આવી હતી. આ પછી ટ્રેનની અંદર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. તેમજ ચા વેચનારએ પોતે જ ચેન ખેંચી હતી. જ્યારે ટ્રેન ધીમી થવા લાગી ત્યારે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું.
દુર્ઘટનામાં 13 લોકોના મોત
પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું હતું કે, 'કેટલાક લોકો જ્યાંથી બેંગ્લોર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે ટ્રેક પર કૂદી પડ્યા હતા અને કચડાઈને મૃત્યુ પામ્યા હતા. સેંકડો લોકો બીજી બાજુ કૂદી પડ્યા હતા, જ્યાં કોઈ ટ્રેક ન હતો. આથી બચી ગયા.