Get The App

રેલવે દુર્ઘટના: મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 12ના મોત

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
રેલવે દુર્ઘટના: મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 12ના મોત 1 - image


મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા. જણાવી દઈએ કે, પુષ્પક એક્સપ્રેસ લખનઉંથી મુંબઈ જઈ રહી હતી.

દુર્ઘટનામાં 12ના મોત

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના જલગાંવથી 20 કિલોમીટર દૂર બની હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

દુર્ઘટના બનવાનું શું છે કારણ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે. લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ ગઈ. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા હતા. આમાં 12 લોકોના મોત થયા.



Google NewsGoogle News