Get The App

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા: વિદેશમંત્રી જયશંકરે PM મોદી સાથે કરી બેઠક, મોટા નિર્ણયની તૈયારી?

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા: વિદેશમંત્રી જયશંકરે PM મોદી સાથે કરી બેઠક, મોટા નિર્ણયની તૈયારી? 1 - image


Attacks On Hindus In Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં કેટલીક જગ્યાએ મંદિર તોડવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક દુર્ગા પૂજા કરતાં રોકવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓમાં થઈ રહેલા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર પર વાતચીત કરવામાં આવી અને રણનીતિ બનાવી.

વિદેશ મંત્રી એસ જયશંકરની વડાપ્રધાન સાથે બેઠક

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ગુરુવારે બપોરના સમયે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને વચ્ચે આ મામલે વાતચીત થઈ હતી. તેવામાં સંસદ સત્રને લઈને પણ ચર્ચા થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં હુમલાને લઈને વિપક્ષ સરકાર પાસે જવાબ માંગીને હંગામો કરી રહી છે. મળતી માહિતી મુજબ, જો સત્ર ખુલશે તો સરકાર બાંગ્લાદેશ મામલે નિવેદન આપવા તૈયાર છે. 

બાંગ્લાદેશમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન

25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટે પર હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ થયા પછી જ બાંગ્લાદેશમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. આ સંતને છોડવાની માગ સાથે હજારોની સંખ્યામાં લોકો ચટગામની એક અદાલત પાસે એકઠા થયા હતા. આ દરમિયાન એક વકીલ સૈફુલ ઈસ્લામ આલિફની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની જામીન આપવામાં ના પાડી હતી અને રાજદ્રોહના આરોપમાં જેલ મોકલવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : VIDEO: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વિરોધી હરકત, ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCON મંદિર બંધ કરાવ્યું

ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ ઈસ્કોના સદસ્ય હતા અને તાજેતરમાં તેમને નીકાળી દીધા હતા. મંગળવારે તેમને જામીન ન મળતાં હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો. તેમનું કહેવું છે કે, યુનુસ સરકારમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યાં છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ચટગામમાં વકીલની હત્યાની નિંદા કરી છે. તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરતા ઘણા હિન્દુ અમેરિકન જૂથોએ માગ કરી છે કે, બાંગ્લાદેશને અમેરિકન સહાય એ શરતે આપવામાં આવે કે ત્યાંની સરકાર આ વસ્તીના રક્ષણ માટે યોગ્ય પગલાં લે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ભારે તણાવ વચ્ચે ઈસ્કોનને મોટી રાહત, હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો કર્યો ઇન્કાર

બાંગ્લાદેશમાં લઘુમતીઓ હિન્દુ દેશની 17 કરોડની વસ્તીમાં માત્ર આઠ ટકા છે. જ્યારે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓને 50થી વધુ જિલ્લામાં 200 જેટલાં હુમલાનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે હિન્દુ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને દોશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ એક અદાલતે તેમને જામીન આપવાની ના પાડી હતી. જેથી રાજધાની ઢાકા અને બંદરગાહ શહર ચટગામ સહિતના અનેક વિસ્તારોમાં સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું.


Google NewsGoogle News