Get The App

'સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે પાર્ટીના કોઈ લેવા-દેવા નથી', કોંગ્રેસ નેતા જયરામ રમેશનું મોટું નિવેદન

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
'સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે પાર્ટીના કોઈ લેવા-દેવા નથી', કોંગ્રેસ નેતા જયરામ રમેશનું મોટું નિવેદન 1 - image


IT Raids On Dheeraj Sahu : કોંગ્રેસ પાર્ટીએ સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે કોઈ પ્રકારના લેવા-દેવા ન હોવાની વાત કહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 'X' પર લખ્યું છે કે, સાંસદ ધીરજ સાહૂના બિઝનેસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. માત્ર તેઓ જ જણાવી શકે છે અને તેમને આ સ્પષ્ટ પણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, એ પણ જણાવવું જોઈએ કે, કેવી રીતે આવક વિભાગના અધિકારીઓ તરફથી કથિત રીતે તેમના ઠેકાણાઓ પરથી આટલી મોટી માત્રામાં રોકડ જપ્ત કરાઈ રહી છે.

સાહૂના ઓડિસા અને ઝારખંડમાં કેટલાક ઠેકાણાઓ પર આવકવેરા વિભાગ તરફથી સતત દરોડા પડાઈ રહ્યા છે. અધિકારીઓના અનુસાર, સતત ત્રણ દિવસો સુધી ચાલેલી રેડમાં તેમના ઠેકાણાઓથી અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધુ કેશ જપ્ત કરાઈ ચૂકી છે. આ કેશનો કોઈ હિસાબ-કિતાબ નથી, IT વિભાગના અધિકારીઓને નથી મળ્યા.

કબાટ અને બેગ્સમાં ભરેલા હતા નોટોના બંડલ

આટલી મોટી રકમ મળી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે, કબાટોમાં નોટોના બંડલ રાખેલા છે. નીચે રાખેલા બેગ પણ નોટોથી ભરેલા નજરે આવી રહ્યા છે.

રાજ્યસભા ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી હતી આટલી સંપત્તિ

ધીરજ સાહૂની વાત કરીએ તો ઝારખંડના લોહરદગાના રહેવાસી બિઝનેસમેને 2018ના રાજ્યસભા ચૂંટણી સોગંદનામામાં કુલ 34.83 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેમણે 2.04 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ જણાવી અને રેન્જ રોવર, ફોર્ચ્યૂનર, બીએમડબલ્યૂ અને પજેરો સહિત લગ્ઝરી કારોને લિસ્ટેડ કર્યા હતા.


Google NewsGoogle News