2024માં સરકાર બદલાયા બાદ નવી સંસદ ભવનનો ઉપયોગનો શ્રેષ્ઠ રસ્તો શોધવામાં આવશે', કોંગ્રેસ દિગ્ગજનું મોટું નિવેદન

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
2024માં સરકાર બદલાયા બાદ નવી સંસદ ભવનનો ઉપયોગનો શ્રેષ્ઠ રસ્તો શોધવામાં આવશે', કોંગ્રેસ દિગ્ગજનું મોટું નિવેદન 1 - image


-  નવી સંસદને 'મોદી મલ્ટી કોમ્પ્લેક્સ' અથવા 'મોદી મેરિયટ' કહેવું જોઈએ: જયરામ રમેશ

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

નવી સંસદમાં સદનની વિશેષ કાર્યવાહી સમાપ્ત થઈ ચૂકી છે. ત્યારબાદ કોંગ્રેસ નેતાએ જૂની સંસદની સરખામણીમાં નવી સંસદની ડિઝાઈનમાં અનેક ખામીઓ હોવાનો દાવો કર્યો છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદની સરખામણીમાં નવી સંસદમાં ન તો સભ્યો વચ્ચે વાતચીત અને આદાનપ્રદાન માટે જગ્યા છે અને ન તો કર્મચારીઓને કામ કરવાની સુવિધા મળી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે, 2024માં સરકાર બદલાયા નવી સંસદ ભવનના ઉપયોગનો શ્રેષ્ઠ રસ્તો શોધવામાં આવશે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જે રીતે નવી સંસદ ભવનનું ઉદઘાટન મોટા પ્રચાર પ્રસાર સાથે કરવામાં આવ્યું હતું તે પીએમ મોદીના ઉદ્દેશ્યને સાકાર કરનારું છે. નવી સંસદને 'મોદી મલ્ટી કોમ્પ્લેક્સ' અથવા 'મોદી મેરિયટ' કહેવું જોઈએ. 4 દિવસની કાર્યવાહી બાદ મેં જોયું છે કે સંસદમાં એકબીજા સાથે સંવાદની જગ્યા નથી બચી. એવી સંસદ કે, બંને સદનો અને પરિસરમાં છે.

એક-બીજાને જોવા માટે દૂરબીન જોઈએ

જયરામ રમેશે કહ્યું કે, જો આર્કિટેક્ચર લોકતંત્રને મારી શકે છે તો પીએમ મોદીઓ લખ્યા વગર સંવિધાનને ખતમ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. નવી સંસદમાં સભ્યો વચ્ચેના અંતરનો દાવો કરતા રમેશે કહ્યું કે, અહીં બેઠેલા સભ્યોને એકબીજાને જોવા માટે દૂરબીનની જરૂર પડે છે કારણ કે હોલ બિલકુલ પણ આરામદાયક નથી.

જૂની સંસદ ઘણી સારી 

જૂની સંસદ ભવનનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે, જૂની સંસદમાં પોતાની એક અલગ જ સુંદરતા હતી. ત્યાં સભ્યો વચ્ચે સંવાદની સુવિધા પણ હતી. બંને સદનો સેન્ટ્રલ હોલ અથવા સંસદના કોરિડોરમાં ફરવું પણ સરળ હતું. નવી સંસદ આ જોડાણને ખતમ કરે છે.

તેમણે દાવો કર્યો કે, જૂની સંસદમાં જો કેઈ ખોવાઈ જતું હતું તો તે સરળતાથી રસ્તો શોધી લેતું હતું કારણ કે, તેનો આકાર ગોળાકાર હતો. જ્યારે નવી સંસદ 'ભૂલભુલૈયા' છે. નવી સંસદમાં ખોવાઈ જતા રસ્તો નથી મળતો. જૂની સંસદમાં વધારાની જગ્યા છે જ્યારે નવી સંસદ કોમ્પેક્ટ છે. નવી સંસદમાં ફરવાનો આનંદ ખતમ થઈ ગયો છે. જૂની સંસદ ભવનમાં જવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા પરંતુ નવી સંસદ આરામદાયક નથી.

કર્મચારીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને NDAના સહયોગી દળોના સાંસદોને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો સંકેત આપતા કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, પાર્ટી લાઈનથી પરે સંસદના અનેક સહકર્મીઓ પણ આવું અનુભવે છે.

તેમણે દાવો કર્યો કે, સંસદના કર્મચારીઓને પણ અસુવિધાઓનો ઉલ્લેખ કર્યો છે. રમેશે કહ્યું કે, મેં સંસદના કર્મચારીઓને એ કહેતા સાંભળ્યા છે કે, નવી ભવનની ડિઝાઈનમાં તેમને પોતાનું કામ કરવામાં મદદ માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિચાર કરવામાં નથી આવ્યો.

નવી સંસદની રચનામાં વિપક્ષની સલાહ ન લેવા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, આવું ત્યારે થાય જ્યારે સંસદમાં બેઠેલા અન્ય લોકોની સલાહ લેવામાં ન આવે. કદાચ 2024 (લોકસભા ચૂંટણી)માં સરકાર બદલાયા બાદ સંસદ ભવનનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકશે.


Google NewsGoogle News