'INDIA' ગઠબંધનમાં સીટ વહેંચણી પર શું કરશે કોંગ્રેસ? જયરામ રમેશે સ્પષ્ટ કર્યું સ્ટેન્ડ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
'INDIA' ગઠબંધનમાં સીટ વહેંચણી પર શું કરશે કોંગ્રેસ? જયરામ રમેશે સ્પષ્ટ કર્યું સ્ટેન્ડ 1 - image


image Source: Twitter

- લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 19 ડિસેમ્બરના રોજ 5 સભ્યોની સમિતિનું ગઠન કર્યું હતું

નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર

લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોના 'INDIA' ગઠબંધનની છેલ્લી બેઠકમાં પણ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી નથી થઈ શક્યો. જોકે, આ બેઠકમાંથી એ વાત સામે આવી છે કે, સીટ વહેંચણીની ફોર્મ્યુલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં નક્કી કરી લેવામાં આવશે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે 'INDIA' ગઠબંધનમાં સીટ વહેંચણી અંગે મોટું નિવેદન આપ્યું છે. 

જયરામ રમેશે સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, સીટ વહેંચણીમાં વાતતીચ થશે. જે કંઈ કરવાનું હશે અને કરીશું. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પરિસ્થિતિઓ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સીટ વહેંચણીની વાત ચાલી રહી છે. 

ખુલ્લા મને અને બંધ મોં એ વાત આગળ વધારીશું

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે ખુલ્લા મને અને બંધ મોં એ અમે સીટ વહેંચણી પર વાત આગળ વધારીશું. કોંગ્રેસની પાંચ સભ્યની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ 28 ડિસેમ્બરના રોજ યોજાનારી નાગપુર રેલી બાદ પાર્ટી પ્રદેશ યુનિટો સાથે ચર્ચા કરશે. 20 ડિસેમ્બરથી ગઠબંધન અંગે શું રણનીતિ અપનાવવામાં આવે તેના પર ચર્ચા માટે રાજ્ય યુનિટોના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. 

સીટ વહેંચણી પર ચર્ચા માટે બનાવી રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ

ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક બાદ કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે સીટની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે પાંચ સભ્યોની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિએ સીટની વહેંચણી પહેલા અલગ-અલગ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ સમિતિ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અંગે ફાઈનલ વાતચીત કરશે.

સમિતિમાં કોણ-કોણ સામેલ?

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 19 ડિસેમ્બરના રોજ 5 સભ્યોની સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિનું નેતૃત્વ મોહન પ્રકાશ કરશે. સમિતિમાં બે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને મુકુલ વાસનિકને પણ તેનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. 



Google NewsGoogle News