ભજન પર નાચતા-નાચતા ઢળી પડ્યા શિક્ષક, 10 મિનિટ CPR અપાયો પણ ન બચ્યો જીવ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Teacher


Teacher Dies Jaipur Dance Video Viral : રાજસ્થાનના જયપુરમાં 45 વર્ષના વ્યક્તિનું ડાન્સ કરતી વખતે અચનાક મોત નીપજ્યું હતું. ઝૂડ ગામની પ્રાથમિક શાળામાં સમાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક મન્નારામ ઝાખડનું ડાન્સ કરતી વખતે મોત થયું હતું. સમગ્ર ઘટના હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

'એક દિન મર જાઉંગા કાનૂડા, થ્હારી મુસ્કાન કે મારે...' ભજન પર ડાન્સ કરતાં શિક્ષકનું અચાનક મોત

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના જયપુરના રેનવાલાના ભેંસલાના ગામની છે. જેમાં 2 ઓગસ્ટે મન્નારામ તેમના ભાઈ મંગલ સાથે રિટાયરમેન્ટના કાર્યક્રમમાં ગયા હતા. મંગલ પણ મુંડોતીની ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન સાંજના સમયે રિટાયરમેન્ટના કાર્યક્રમમાં ચાલી રહેલા 'એક દિન મર જાઉંગા કાનૂડા, થ્હારી મુસ્કાન કે મારે...' ભજન પર ડાન્સ કરી રહેલાં શિક્ષક મન્નારામ અચાનક જ નીચે ઢળી પડ્યાં હતા. ત્યાં ઉપસ્થિતિ લોકોને એવું લાગ્યું કે આ ડાન્સનો ભાગ લાગ્યો હતો. પરંતુ થોડા સમય સુધી શિક્ષક ઉભા ન થતા લોકોએ તેમને શ્વાસ અને CPRની પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટેર તેમને મૃત ઘોષિત કર્યાં હતા. જો કે, ક્યાં કારણોસર મોત થયું તેની સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.


બે મહિલના પહેલા રિટાયર્ડ ફોજીનું હાર્ટ એટેકથી મોત થયેલું

બે મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના ઈન્દોરમાં બની હતી. જેમાં એક યોગા કેન્દ્ર પર રિટાયર્ડ ફોજીનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું. જ્યારે 31 મેના દિવસે રિટાયર્ડ ફોજી બલવિંદર સિંહ 'મા તુઝે સાલમ' ગીત પર પ્રસ્તુતિ આપી રહ્યાં હતા, એ વખતે અચાનક તેમની તબિયત લથડતા સ્ટેજ પર ઢળી પડ્યાં હતા. આ દરમિયાન લોકોએ પ્રસ્તુતિ સમજીને તાલીયો પાડી હતી. જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને CPR આપતાં થોડા સમય માટે તેમણે બેઠા થયા હતા. આ પછી તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં ડોક્ટરે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

ભજન પર નાચતા-નાચતા ઢળી પડ્યા શિક્ષક, 10 મિનિટ CPR અપાયો પણ ન બચ્યો જીવ 2 - image


Google NewsGoogle News