હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે..' જયશંકરે ચીન સામે તાક્યું નિશાન!

- વિદેશ મંત્રીની ટિપ્પણીઓને ચીનની સૈન્ય આક્રમકતાના સંદર્ભમાં જોવામાં આવી રહી છે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે..' જયશંકરે ચીન સામે તાક્યું નિશાન! 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર

વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે સાર્વભૌમત્વનું રક્ષણ, સમુદ્રી કાયદાની અવગણનાના મામલાને ઉકેલવા અને લાંબા સમયથી ચાલતી આવી રહેલી સંધિઓના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવા હિંદ મહાસાગર ક્ષેત્રના દેશો વચ્ચે જોડાણ વધારવા હાકલ કરી હતી. તેમની ટિપ્પણીઓને ચીનની સૈન્ય આક્રમકતાના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન શહેર પર્થમાં સાતમા હિંદ મહાસાગર સમ્મેલનને સંબોધતા જયશંકરે ચીનના દેવાની જાળમાં ઘણા દેશો ફસાયા હોવાની ચિંતા વચ્ચે પોતાની ટિપ્પણીમાં અસ્થિર દેવું, દેવાના અપારદર્શી ચલણ, અવ્યવહારીક પ્રોજેક્ટ્સ અને વિવેકહીન વિકલિપો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ક્વોડ મોટા આર્કિટેક્ચરનું સમર્થન કરે છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, ક્વોડ દુનિયાના આ હિસ્સામાં મોટા આર્કિટેક્ચરનું સમર્થન કરે છે અને જે લોકો શરારતપૂર્ણ રીતે કહે છે કે ચાર દેશોનું આ સંગઠન આસિયાનની કેન્દ્રીય ભૂમિકા પર સવાલ ઉઠાવે છે તો તેઓ યુક્તિ રમી રહ્યા છે.

વિશ્વની સામે પડકાર નજર આવી રહ્યો છે

તેમણે કહ્યું કે, જ્યારે આપણે હિંદ મહાસાગર પર નજર નાખીએ છીએ ત્યારે વિશ્વની સામેના પડકારો ત્યાં સ્પષ્ટપણે દેખાય આવે છે. એક છેડે આપણે સંઘર્ષ, સમુદ્રી પરિવહન પર જોખમ, લૂંટ અને આતંકવાદને જોઈ શકીએ છીએ તો બીજા છેડે આંતરરાષ્ટ્રીય કાયદા સામે પડકારો, નેવિગેશનની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાના રક્ષણ અંગેની ચિંતાઓ છે. મુશ્કેલ વાટાઘાટો બાદ બનેલી UNCLOS, 1982 જેવી વ્યવસ્થાની કોઈપણ ઉપેક્ષા સ્વાભાવિક રીતે પરેશાન કરનારી છે.

આવી સ્થિતિમાં અસ્થિરતા વધે છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, આ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને બિન-પરંપરાગત જોખમોની એક શ્રેણી છે જે પરસ્પર જોડાયેલી ગેરકાયદેસર ગતિવિધિઓના સ્પેક્ટ્રમમાં દેખાય આવે છે. જ્યારે વલણમાં ફેરફારને યોગ્ય ઠેરવવા માટે કોઈ વિશ્વસનીય દલીલ આપવામાં નથી આવતી અને લાંબા સમયથી ચાલતા કરારોનું પાલન કરવામાં ન આવે ત્યારે અસ્થિરતા વધી જાય છે.

જયશંકરે વધુમાં જણાવ્યું કે, આ બધા અલગ-અલગ અને એક સાથે એ અનિવાર્ય બનાવે છે કે, હિંદ મહાસાગરના દેશો વચ્ચે વધુ ચર્ચા-વિમર્શ અને સહયોગ બને. ભારત અને આસિયાનના સભ્યો સહિત અન્ય ઘણા દેશો UNCLOS અમલીકરણની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ચીન સાગરમાં. દક્ષિણ ચીન સાગરમાં ચીનના સૈન્ય આક્રમણને લઈને વિશ્વની ચિંતાઓ સતત વધી રહી છે.

હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે

વૈશ્વિક સ્તર પર પુરવઠાના જોખમોના સંદર્ભમાં વિદેશ મંત્રીએ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે હિંદ મહાસાગરના દેશો પાસે બે વિકલ્પો છે - કાં તો વધુ સામૂહિક ગઠબંધન અપનાવે અથવા ભૂતકાળની જેમ જ અસુરક્ષિત બન્યા રહે. 



Google NewsGoogle News