Get The App

'હમસે લડને કી હિમ્મત તો જુટા લોગે લેકિન..' જગીરા ફિલ્મના ડાયલોગ પર ભાજપ-કોંગ્રેસ બાખડી પડ્યાં

મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા સલાહકાર પીયૂષ બબેલેએ 'X' પર વિડિયો શેર કરતા તેમની મજાક ઉડાવી

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
'હમસે લડને કી હિમ્મત તો જુટા લોગે લેકિન..' જગીરા ફિલ્મના ડાયલોગ પર ભાજપ-કોંગ્રેસ બાખડી પડ્યાં 1 - image


Madhya pradesh Election 2023 | ઈન્દોર-1 વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીય ફરી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ચાઇના ગેટ ફિલ્મમાં પ્રસિદ્ધ વિલન 'જગીરા' ની ભૂમિકા ભજવનારા અભિનેતા મુકેશ તિવારીએ (Mukesh Tiwari) બોલેલા એક ફિલ્મી સંવાદને લઈને કોંગ્રેસ અને ભાજપ બાખડી પડ્યાં હતા. 

શું છે મામલો? 

ખરેખર તો કૈલાશ વિજયવર્ગીયની એક સભામાં ફિલ્મ 'ચાઈના ગેટ'માં 'જગીરા'નું પ્રખ્યાત પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ તિવારીએ મંચ પર હાજરી આપી હતી અને તેમણે આ ફિલ્મનો પ્રસિદ્ધ ડાયલોગ બોલ્યો હતો. તેના પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા સલાહકાર પીયૂષ બબેલેએ 'X' પર વિડિયો શેર કરતા ભાજપ પર કટાક્ષ કર્યો હતો. 

કોંગ્રેસ તાક્યું નિશાન 

પીયૂષ બબેલેએ લખ્યું કે ભાજપના મંચ પરથી જાહેરાત: 'હમસે લડને કી હિમ્મત તો જુટા લોગે લેકિન કમીનાપન કહાં સે લાઓગે'. આ ગુણ ભાજપને જ મુબારક. મધ્યપ્રદેશને આ ગુણોની જરૂર નથી. 

ભાજપનો વળતો જવાબ 

ત્યારબાદ મધ્યપ્રદેશ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો. પાર્ટીના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ બેબલેને જવાબ આપતા લખ્યું કે, આ ફિલ્મ ચાઈના ગેટનો ફેમસ ડાયલોગ છે. ફિલ્મ કલાકાર મુકેશ તિવારી મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી આવે છે. તે જ્યાં જાય છે ત્યાં જનતા તેમની પાસે ફિલ્મમાં "જગીરા ડાકુ" દ્વારા બોલાયેલો આ ડાયલોગ બોલવાની માંગ કરે છે. તેમણે કહ્યું કે આ મામલે રાજનીતિ કોંગ્રેસની બાળબુદ્ધિ દર્શાવે છે. 

'હમસે લડને કી હિમ્મત તો જુટા લોગે લેકિન..' જગીરા ફિલ્મના ડાયલોગ પર ભાજપ-કોંગ્રેસ બાખડી પડ્યાં 2 - image


Google NewsGoogle News