શું છે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલું રહસ્ય નવક્લેવર? આ પરંપરા નિભાવતી વખતે આખા શહેરમાં અંધારું હોય છે
Jagannath Rath Yatra in Ujjain : ધાર્મિક નગરી ઉજ્જૈનમાં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનમાં દરે વર્ષે દેવાસ રોડ ખાતે આવેલા ઈસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના દિવસે એટલે કે આજે (7 જુલાઈ) રથયાત્રાનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયાં હતા. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, જે લોકો આ યાત્રાનો ભાગ બને તેઓ વાસના, ક્રોધ અને લોભથી મુક્તિ મેળવે છે. બીજી તરફ, ઉજ્જૈનના ઈસ્કોન મંદિર ખાતે 12 વર્ષમાં કરવામાં આવતી ધાર્મિક વિધિથી આખા શહેરમાં અધારું કરવામાં આવે છે.
12 વર્ષમાં મૂર્તિ બદલવામાં આવતી ધાર્મિક વિધિ
ઉજ્જૈન ઈસ્કોન મંદિરના પીઆરઓ પંડિત રાધવે જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરને લઈને અનેક રહસ્યો છે. 12 વર્ષની અંદરમાં ધામની મૂર્તિઓને બદલવામાં આવે છે. જેને ધાર્મિક વિધિ પ્રમાણે નવક્લેવર કહેવામાં આવે છે. જેમાં નવક્લેવરનો અર્થ થાય છે, નવું શરીર અને પરંપરા. આ વિધિ પ્રમાણે જગન્નાથ મંદિરમાં જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.
ધાર્મિક વિધિ દરમિયાન આખા શહેરમાં અંધારું કરવામાં આવે છે
નવક્લેવરની ધાર્મિક વિધિમાં ભગવાનની મૂર્તિઓ 12 વર્ષે બદલવામાં આવે છે. જ્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારે શહેરની તમામ લાઈટો બંધ કરીને આખું શહેરમાં અંધારુ કરી દેવાય છે. એવી માન્યતા છે કે, આ પરંપરા ગુપ્ત હોવાથી મંદિરના પૂજારીને પણ ભગવાન ન જોઈ જાય એનું ધ્યાન રાખવામાં આવે છે.
ઉજ્જૈનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
આજે (7 જુલાઈ) ઉજ્જૈનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકાળવામાં આવી છે. ભગવાન જગન્નાથજી ત્રણેય રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપ્યાં હતાં. રથયાત્રામાં સાધુ સંતો, જન પ્રતિનિધિ, દેશ વિદેશી આવેલા અનેક ભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 2 વાગ્યે નીકળેલી આ રથયાત્રા આગરા રોડથી થઈને ચામુંડા માતા ક્રોસરોડ, ફ્રીગંજ ઓવર બ્રિજ, ટાવરથી ત્રણ બત્તિ ક્રોસરોડ, ઈસ્કોન ત્રણ રસ્તા થઈને મંદિર સુધી પહોંચશે. જ્યાં અહીં કલેક્ટર દ્વારા પૂજન કર્યા બાદ ભગવાનને ગુંદીચા સ્થિત વેદીમાં બિરાજમાન કરવામાં આવે છે.