Get The App

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વચ્ચે સંપત્તિનો વિવાદ, બંને છે ભાઈ-બહેન, હવે મામલો NCLT સમક્ષ

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વચ્ચે સંપત્તિનો વિવાદ, બંને છે ભાઈ-બહેન, હવે મામલો NCLT સમક્ષ 1 - image


Image Source: Twitter

Jagan Mohan Reddy has property dispute with his sister Sharmila: વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાય એસ જગનમોહન રેડ્ડીએ પોતાની બહેન અને કોંગ્રેસ આંધ્ર પ્રદેશ એકમના અધ્યક્ષ વાયએસ શર્મિલા પર 'સરસ્વતી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ' ના શેર પોતાના તથા પોતાની માતા વિજયમ્માના નામ પર ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવતા નેશનલ લો ટ્રિબ્યુનલ (NCLT)નો દરવાજો ખખડાવ્યો છે. 

જગનમોહન અને શર્મિલા વચ્ચેના ઝઘડાએ હવે કાનૂની લડાઈનું સ્વરૂપ લીધું

જગનમોહને દાવો કર્યો કે, સરસ્વતી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઝની માલિકી મારી તથા મારી પત્નીની પાસે છે. જગનમોહન અને શર્મિલા વચ્ચેના ઝઘડાએ હવે કાનૂની લડાઈનું સ્વરૂપ લઈ લીધું છે. ગત મહિને દાખલ કરવામાં આવેલી અરજી પર NCLTની હૈદરાબાદ ખંડપીઠે સુનાવણી કરી હતી અને આ મામલે આગામી સુનાવણી માટે નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

અરજીમાં વાયએસઆરસીપી અધ્યક્ષે કહ્યું કે, મેં શર્મિલા સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે, 'પ્રેમ અને સ્નેહ'ના કારણે હું મારા પોતાના અને મારી પત્નીના શેર ગિફ્ટ ડીડ દ્વારા મારી અલગ થઈ ચૂકેલી બહેનને ટ્રાન્સફર કરી દેશે. જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જોડાણ સહિત અમુક મિલકતોના સંદર્ભમાં પેન્ડિંગ કેસોને આધિન હશે.

આ પણ વાંચો: દાના વાવાઝોડાની અસર : 500થી વધુ ફ્લાઈટ-ટ્રેન કેન્સલ, 10 લાખનું સ્થળાંતર, NDRF-આર્મી એલર્ટ

જગનમોહને પોતાની બહેનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કાનૂની જવાબદારીઓ પૂરી કર્યા વિના અને કોર્ટની મંજૂરી વિના શેર ટ્રાન્સફર કરવાથી વિપરીત અસરો થશે.

 અમારા સંબંધો સારા નથી........

જો કે, તેમણે એમઓયુને રદ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, 'આ કોઈ રહસ્ય નથી કે હવે અમારા સંબંધો સારા નથી, અને આ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હું તમને ઔપચારિક રીતે જણાવવા ઈચ્છું છું કે એમઓયુમાં વ્યક્ત કરવામાં કરવામાં આવેલી મારી મૂળ ઈચ્છા પર અમલ કરવાનો મારો કોઈ ઈરાદો નથી.'

શર્મિલાના અનેક કાર્યોથી મને ઊંડું દુ:ખ પહોંચ્યું...

તેમણે કહ્યું કે મારા પિતા પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીએ હસ્તગત કરેલી સંપત્તિ અને પૈતૃક સંપત્તિઓને પરિવારના સભ્યોમાં વહેંચવામાં આવી હતી. શર્મિલાએ પોતાના ભાઈની ભલાઈની પરવા કર્યા વિના ઘણા એવા કાર્યો કર્યા, જેનાથી મને ઊંડું દુ:ખ પહોંચ્યું છે અને તેમણે જાહેરમાં અનેક જૂઠા નિવેદનો પણ આપ્યા છે. પોતાના ભાઈ સાથે મતભેદો બાદ શર્મિલા આ વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગઈ હતી અને તેમને પાર્ટીના આંધ્ર પ્રદેશ એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. શર્મિલાએ મે મહિનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કડપા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. 


Google NewsGoogle News