VIDEO: જગદગુરૂ રામભદ્રાચાર્યના સ્વાસ્થ્યમાં સુધારો, વીડિયો જાહેર કરી ભક્તોને આપ્યો સંદેશ
જગદગુરુ રામભદ્રાચાર્યની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે
Jagadguru Rambhadracharya Health Update: તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્યના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ આવી છે. આગ્રામાં જગદગુરુ આચાર્ય રામભદ્રાચાર્યની તબિયત લથડ્યા બાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દહેરાદૂન લઈ જવાયા હતા, જ્યાં તેમની એનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે પોતાના સમર્થકો અને ભક્તોને કહ્યું કે,'હોસ્પિટલમાં મારી સારવાર મારી ચાલી રહી છે અને થોડો સમય આરામ કરવો પડશે, જ્યારે સ્વસ્થ થઈ જશું ત્યારે તે ફરીથી કથા સંભળાવવા આવીશ.'
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસના લાડપુરમાં રામભદ્રાચાર્યની કથા ચાલી રહી હતી. ગુરુવારે સાંજે કથાકાર રામભદ્રાચાર્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ શુક્રવારે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયત બગડવાના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં તેમના ભક્તો હોસ્પિટલ પહોંચ્યા હતા.