Get The App

મધ્યપ્રદેશમાં શ્રમિકને લાગ્યો 'જેકપોટ', ખાણમાં મળી આવેલા હીરાની 2.21 કરોડમાં હરાજી

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં શ્રમિકને લાગ્યો 'જેકપોટ', ખાણમાં મળી આવેલા હીરાની 2.21 કરોડમાં હરાજી 1 - image


Image: Freepik

Diamond Auction in Madhya Pradesh: મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 32 કેરેટ 80 સેન્ટનો જેમ્સ ક્વોલિટીનો હીરો રહ્યો. આ હીરો સરકોહામાં સ્વામીદીન પાલ નામના મજૂરને મળ્યો હતો. 

આ હીરો 6 લાખ 76 હજાર રૂપિયા પ્રતિ કેરેટના હિસાબે 2 કરોડ 21 લાખ 72 હજાર 800 રૂપિયામાં વેચાયો. આ હીરાને પન્નાના હીરા વેપારી વીએસ એસોસિએટ્સના સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. આ હીરાની આટલી કિંમત મળવાથી સ્વામીદીનની ખુશીનું ઠેકાણુ રહ્યું નહીં.

હીરા અધિકારી રવિ પટેલે જણાવ્યું કે હીરાની હરાજીના અંતિમ દિવસે 22 ટ્રે ના માધ્યમથી 25 નંગ હીરા હરાજી માટે રાખવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આકર્ષણ રહેલા 32 કેરેટ 80 સેન્ટના હીરાની પણ હરાજી થઈ છે. ત્રણ દિવસ ચાલેલી હીરાની હરાજીમાં પન્ના સહિત સૂરત, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોથી વેપારી સામેલ થયા.

આ પણ વાંચો: મુજફ્ફરનગરની મસ્જિદ પણ વિવાદમાં, 'શત્રુ સંપત્તિ' જાહેર, પાકિસ્તાનના પ્રથમ PM સાથે કનેક્શન

આ વખતે વેપારીઓમાં હીરાની હરાજીને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. આ દરમિયાન મજૂર સ્વામીદીન પાલે કહ્યું કે 'મારા માટે આ ક્ષણ કોઈ સ્વપ્નથી ઓછી નથી. આજે મારો હીરો કરોડોમાં વેચાયો છે. જે ખૂબ મહેનત બાદ મળ્યો હતો. હવે જે રૂપિયા મળશે તેનાથી મારું અને બાળકોનું ભવિષ્ય શ્રેષ્ઠ બનાવીશ. આ સાથે હીરાની ખાણ પણ લગાવીશું. 

ઓક્શનમાં સૌથી મોટો 32.80 કેરેટના હીરાને વીએસ એસોસિએટ્સના માલિક સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. તેમણે કહ્યું કે પન્નાનો હીરો પન્નામાં છે, આ ખુશીની વાત છે. પન્નાના હીરા ઉચ્ચ ક્વોલિટીના હોય છે તેથી હીરા વેપારમાં મજા આવે છે. 


Google NewsGoogle News