Get The App

VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO :  જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત 1 - image


Jabalpur Heart Attack In GYM During Work Out: છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈને ભાષણ આપતા-આપતા એટેક આવી રહ્યો છે તો કોઈને રમતા-રમતા હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હવે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો અને નીચે ઢળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. 

સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ સમગ્ર ઘટના જીમમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ 52 વર્ષીય યતીશ સિંઘઈ તરીકે થઈ છે.


જિમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હાર્ટએટેક

પ્રાપ્ત માહિતી પ્રમાણે દરરોજની જેમ યતીશ સવારે લગભગ 6:45 વાગ્યે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેને હાર્ટએટેક આવ્યો. જેના કારણે તે જમીન પર ઢળી પડ્યો. જોકે આ દરમિયાન જીમ ટ્રેનર અને તેના મિત્રોએ તેને CPR આપ્યો અને અન્ય રીતે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ જીમ ટ્રેનર અને અન્ય લોકો તેને હોસ્પિટલ પણ લઈ ગયા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ પણ વાંચો: ખાન સરે પાકિસ્તાનના નક્શાની તુલના કૂતરા સાથે કરી, કહ્યું - 'કૂતરો તોય વફાદાર પણ...'

વીડિયોમાં જોઈ શકાય છે કે યતીશ સફેદ ટી-શર્ટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો. જીમ ટ્રેનર અને ત્યાં હાજર અન્ય લોકોએ તેને CPR આપ્યો, પરંતુ તેને બચાવી ન શક્યા.

Tags :