Get The App

'આ પીડાને ભૂલવી સરળ નથી..', રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
'આ પીડાને ભૂલવી સરળ નથી..', રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ 1 - image


Image: X

Narendra Modi Writes Emotional Blog: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ટાટાજીને અંતિમ વિદાય આપે લગભગ એક મહિનો વીતી ચૂક્યો છે. ભારતીય ઉદ્યોગ જગતમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે અને આ તમામ દેશવાસીઓને પ્રેરિત કરતું રહેશે. રતન ટાટાજીના નિધનને એક મહિનો વીતી ચૂક્યો છે. ગયા મહિને આજના જ દિવસે જ્યારે મને તેમના નિધનના સમાચાર મળ્યા, તો હું તે સમયે આસિયાન સમિટ માટે નીકળવાની તૈયારીમાં હતો. રતન ટાટાજીની આપણાથી દૂર જવાની વેદના હજુ પણ મનમાં છે. આ પીડાને ભૂલવી સરળ નથી. રતન ટાટાજીના રૂપમાં ભારતે પોતાના એક મહાન સપૂતને ગુમાવી દીધો છે... એક અમૂલ્ય રતનને ગુમાવી દીધું છે.'

બીજાના સ્વપ્નોને પૂરા કરતાં હતાં

વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું, 'તેમના નેતૃત્વમાં, ટાટા જૂથ સમગ્ર દુનિયામાં સન્માન, ઈમાનદારી અને વિશ્વસનીયતાનું પ્રતીક બનીને નવી ઊંચાઈઓ પર પહોંચ્યુ. તેમ છતાં તેમણે પોતાની સિદ્ધિઓને પૂર્ણ વિનમ્રતા અને સહજતા સાથે સ્વીકાર કર્યો. બીજાના સ્વપ્નોને ખુલીને સમર્થન કરવું, બીજાના સ્વપ્નોને પૂરા કરવામાં સહયોગ કરવો, આ શ્રી રતન ટાટાના સૌથી શાનદાર ગુણો પૈકીનો એક હતો.'

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ફસાયા! તેમના ટ્રસ્ટને નિયમ વિરુદ્ધ જમીન ફાળવાઈ? લોકાયુક્તે કાર્યવાહી કરી

શ્રેષ્ઠ ક્વોલિટીની પ્રોડક્ટ લાવો

પીએમે આગળ લખ્યું, 'રતન ટાટાજીએ હંમેશા શ્રેષ્ઠ ક્વોલિટીના પ્રોડક્ટ... શ્રેષ્ઠ ક્વોલિટીની સર્વિસ પર જોર આપ્યુ અને ભારતીય ઉદ્યમોને ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો માર્ગ બતાવ્યો. આજે જ્યારે ભારત 2047 સુધી વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તો આપણે ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કરીને દુનિયામાં ડંકો વગાડી શકીએ છીએ. રતન ટાટાજીનું જીવન એ વાતની યાદ અપાવે છે કે લીડરશિપની શરૂઆત માત્ર સિદ્ધિઓથી જ કરી શકાતી નથી, પરંતુ સૌથી કમજોર લોકોની સારસંભાળ કરવાની તેમની ક્ષમતાથી પણ કરવામાં આવે છે.'

અમે ગુજરાતમાં સાથે મળીને કામ કર્યું

પીએમ મોદીએ આગળ લખ્યું, 'વ્યક્તિગત રીતે મને છેલ્લા અમુક દાયકામાં તેમને ખૂબ નજીકથી જાણવાનું સૌભાગ્ય મળ્યું. અમે ગુજરાતમાં સાથે મળીને કામ કર્યું. ત્યાં તેમની કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું. આમાં ઘણા એવા પ્રોજેક્ટ સામેલ હતા જેને લઈને તેઓ ખૂબ ભાવુક હતા. જ્યારે હું કેન્દ્ર સરકારમાં આવ્યો તો અમારી ઘનિષ્ઠ વાતચીત ચાલુ રહી અને તે આપણા રાષ્ટ્ર-નિર્માણના પ્રયત્નોમાં એક પ્રતિબદ્ધ ભાગીદાર બની રહ્યા. સ્વચ્છ ભારત મિશન પ્રત્યે શ્રી રતન ટાટાનો ઉત્સાહ ખાસ કરીને મારા દિલને સ્પર્શી ગયો હતો. તેઓ આ જન આંદોલનના મુખ્ય સમર્થક હતા.'

કેન્સર વિરુદ્ધ લડત

પીએમે લખ્યું, 'કેન્સર વિરુદ્ધ લડત વધુ એક એવું લક્ષ્ય હતું, જે તેમના દિલની નજીક હતું. મને બે વર્ષ પહેલા આસામનો તે કાર્યક્રમ યાદ આવે છે, જ્યાં અમે સંયુક્ત રીતે રાજ્યમાં વિભિન્ન કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું હતું. હજુ થોડા અઠવાડિયા પહેલા, હું સ્પેન સરકારના રાષ્ટ્રપતિ શ્રી પેડ્રો સાન્ચેઝની સાથે વડોદરામાં હતો અને અમે સંયુક્તરીતે એક વિમાન ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. આ ફેક્ટરીમાં સી-295 વિમાન ભારતમાં બનાવવામાં આવશે. શ્રી રતન ટાટાએ જ આની પર કામ શરૂ કર્યું હતું. તે સમયે મને શ્રી રતન ટાટાની ખૂબ ખોટ વર્તાઈ.'


Google NewsGoogle News