'ગુડ ફ્રેન્ડ્સ...#Melodi', વડાપ્રધાન મોદી અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની તસવીર ચર્ચામાં

UEAમાં COP28 સમિટ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી

આ તસવીર જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર શેર કરી

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
'ગુડ ફ્રેન્ડ્સ...#Melodi', વડાપ્રધાન મોદી અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની તસવીર ચર્ચામાં 1 - image

image : Instagram



PM Modi and Meloni Viral Selfi | સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

કોણે લીધી સેલ્ફી? 

આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ COP28 દરમિયાન ક્લિક કરી હતી. આ તસવીરમાં બંને હસી રહ્યાં છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી અને કહ્યું કે COP28માં સારા મિત્રો. #melodi. તમને જણાવી દઈએ કે આ દરમિયાન પીએમ મેલોનીએ હેશટેગ મેલોડીનો પણ ઉપયોગ કર્યો હતો. આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેની સાથે હસતા અને વાત કરતાની તસવીરો વાયરલ થઈ રહી છે.

'ગુડ ફ્રેન્ડ્સ...#Melodi', વડાપ્રધાન મોદી અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની તસવીર ચર્ચામાં 2 - image


Google NewsGoogle News