ભાજપના મંત્રીને 'દેખાડો' કરવો ભારે પડ્યો! ડાળખીથી આગ ઓલવવા લાગ્યા તો લોકોએ કહ્યું- નાટક કરવાની પણ હદ હોય

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ભાજપના મંત્રીને 'દેખાડો' કરવો ભારે પડ્યો! ડાળખીથી આગ ઓલવવા લાગ્યા તો લોકોએ કહ્યું- નાટક કરવાની પણ હદ હોય 1 - image


Image: Facebook

Premchand Aggarwal: ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટનાઓ થઈ રહી છે. આગની ઘટનાઓ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. આંકડા અનુસાર અત્યાર સુધી સીઝનમાં 1,242થી વધુ આગ લાગવાની ઘટનાઓ થઈ ચૂકી છે. 1696.32 હેક્ટરથી વધુ જંગલ આગની લપેટમાં આવી ચૂક્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે અને લોકોના આક્રોશને પણ વેઠવો પડી રહ્યો છે.

જ્યારે આગ ઓલવવા પહોંચ્યા મંત્રી

મંત્રી પ્રેમચંદ્ર અગ્રવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આગને ઓલવવાનો પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યાં છે પરંતુ તેમના આ પ્રયત્નને જોઈને સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાઈ ગયાં છે. મળતી માહિતી અનુસાર મંત્રીએ યમુનોત્રી માર્ગ પર મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ પૂજા અર્ચના કરી. તે બાદ તેઓ આગ ઓલવવા માટે પહોંચી ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રી એક ડાળખીથી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એક અન્ય વીડિયોમાં તેઓ રસ્તાના કિનારે પડેલા સૂકા ઘાસને હટાવી રહ્યાં છે પરંતુ તેમના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કર્યાં છે. બીજી તરફ સમર્થકોનું કહેવું છે કે તેઓ આગ ઓલવવા માટે પહોંચ્યા હતાં કે તેમને જોઈને ગ્રામજનો પણ આગળ આવ્યા અને આગ ઓલવવામાં મદદ કરી.

સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે લોકો

એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અમુક આકરા અને મોટા પગલા ઉઠાવવાના બદલે મંત્રીજી પણ રીલ બનાવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં જંગલની આગ ઓલવવાનો પ્રયત્ન કરતાં મંત્રી પ્રેમચંદ્ર અગ્રવાલ, સારા છે પરંતુ સવાલ એ છે કે શું આ વિકરાળ સમસ્યાથી આ રીતે છુટકારો મેળવી શકાય છે. એકે લખ્યું કે પ્રેમચંદ્ર અગ્રવાલજી જે રીતે એક ડાળખીથી આગ ઓલવી રહ્યાં છે. દેશના ફાયર બ્રિગેડને તેમની પાસેથી શીખવું જોઈએ. તેમના આ વીર કારનામાની દેશ દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. શક્ય છે કે આની પર ટૂંક સમયમાં જ ફિલ્મ પણ બની જાય.


Google NewsGoogle News