એવું લાગે છે જાણે અમે મતદાન પહેલા જ ચૂંટણી જીતી ગયા: રાહુલ ગાંધીની ઉમેદવારી પર ભાજપનો કટાક્ષ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
એવું લાગે છે જાણે અમે મતદાન પહેલા જ ચૂંટણી જીતી ગયા: રાહુલ ગાંધીની ઉમેદવારી પર ભાજપનો કટાક્ષ 1 - image


Image: Facebook

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાયબરેલી અને અમેઠીમાં પોતાના પત્તા ખોલી દીધાં છે. પાર્ટીએ રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બંને નામોની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા હતા. આ વખતે પાર્ટીએ તેમની બેઠક બદલી દીધી છે.

કોંગ્રેસની લિસ્ટ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે ગાંધી પરિવાર જ્યાંથી હારે છે, ત્યાં ફરી આવતો નથી. જેમ કે અમેઠીને છોડી દીધુ. હવે રાયબરેલી હારશે તો આગામી વખતે રાયબરેલી છોડી દેશે.

જનતા જવાબ આપશે

રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવારી પર ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી હારી રહ્યા છે અને આ કારણ છે કે તે રાયબરેલીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પહેલા તેમણે અમેઠીથી હાર સ્વીકારી હવે તે વાયનાડથી ભાગી રહ્યા છે. સ્થિતિ એ છે કે કોંગ્રેસની પારંપરિક બેઠક રહી ચૂકેલી અમેઠીથી કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડવા માગતા નથી. રાહુલ ગાંધીને પણ રાયબરેલી છોડવુ પડશે અને જનતા તેમને ખૂબ આકરો જવાબ આપશે, તે રાયબરેલીમાં હારશે. હરિયાણાના પૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ, સ્મૃતિ ઈરાનીને શુભકામના, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાથી ડરી ગયા છે.

અમે ચૂંટણી પહેલા જ જીતી ગયા

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે આ લોકો પલાયન કરતા રહે છે. આ રણછોડ દાસ લોકો છે. પહેલા અમેઠીથી વાયનાડ ગયા અને હવે રાયબરેલી ભાગી ગયા છે. એવું લાગે છે જાણે અમે મતદાન પહેલા જ ચૂંટણી જીતી ગયા.

આત્મસમર્પણ કરી દીધું

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, 'રાહુલ જી, તમે કહ્યુ હતુ 'ડરો નહીં' અને હવે કહી રહ્યા છો 'અમેઠીથી લડો નહીં'. કોંગ્રેસે પુષ્ટિ કરી દીધી છે કે તેમણે આત્મસમર્પણ કરી દીધુ છે અને ભાગી ગયા છે. આટલા વર્ષો સુધી અમેઠીને દગો આપ્યા બાદ, તે વાયનાડ ગયા. તે વાયનાડને પણ દગો આપી રહ્યા છે. તે વાયનાડની સાથે 'ઉપયોગ કરો અને ફેંકી દો' કરી રહ્યાં છે. તેમને લાગે છે કે આ સુરક્ષિત બેઠક છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે 80/80 અને સમગ્ર દેશમાં એનડીએ માટે 400+ સ્કોરકાર્ડ હશે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદે કહ્યુ કે રાયબરેલીમાં રાહુલ ગાંધીને અમેઠી કરતાં પણ મોટી હાર મળવાની છે. કોંગ્રેસને જે સર્વે-સર્વા સમજતાં હતાં, તે રાયબરેલીમાં છે અને એસપીના અખિલેશ યાદવ કન્નૌજમાં છે, આ ઘણું રસપ્રદ છે.


Google NewsGoogle News