રૂ.94 કરોડ કેશ, 8 કરોડનું સોનું-હીરા... ઈન્કમટેક્સના દરોડામાં 1 અબજથી વધુની સંપત્તિ જપ્ત

ઈન્કમટેક્સ વિભાગે દેશના 4 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા

દરોડામાં કુલ રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
રૂ.94 કરોડ કેશ, 8 કરોડનું સોનું-હીરા... ઈન્કમટેક્સના દરોડામાં 1 અબજથી વધુની સંપત્તિ જપ્ત 1 - image

નવી દિલ્હી, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

આજે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)નાં દરોડામાં 1 અબજથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે. સંપત્તિમાં 94 કરોડ રૂપિયા રોકડ, 8 કરોડનું સોનું તેમજ હીરા પણ સામેલ છે. એટલું જ નહીં વિભાગને દરોડામાં 30 મોંઘી ઘડિયાળો પણ મળી આવી છે.

દેશના 4 રાજ્યોમાં IT વિભાગે પાડ્યા હતા દરોડા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) આજે જણાવ્યું છે કે, ઈન્કમટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી અધિકારીઓ તેમજ રિયલ એસ્ટેટ વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં 94 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, 8 કરોડ રૂપિયાની કિંમતની સોનું અને હીરાની જ્વેલરી તેમજ 30 મોંઘી વિદેશી ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી છે. વિભાગે બેંગલુરુ (Bangalore), તેલંગણા (Telangana), આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના કેટલાક શહેરોમાં અને દિલ્હી (Delhi)માં 55 ઠેકાણાઓ પર 12મીએ દોડા પાડ્યા હતા.

દરોડામાં કુલ રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, દરોડામાં કુલ 102 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક નિવેદનમાં જણાવાયું છે કે, એક ખાનગી કંપનીમાં કાર્યરત વ્યક્તિના પરિસરમાંથી 30 મોંઘી વિદેશી ઘડીયાલો જપ્ત કરાઈ છે, જેને ઘડિયાળના કારોબાર સાથે કોઈ લેવા-દેવા નથી.


Google NewsGoogle News