Get The App

'ધર્મના નામ પર બાળકો સાથે આવું થવું ખોટું', મુઝફ્ફરનગર મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, UP સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 30મી ઓક્ટોબરે નિયત કરી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
'ધર્મના નામ પર બાળકો સાથે આવું થવું ખોટું', મુઝફ્ફરનગર મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, UP સરકાર પાસે માંગ્યો રિપોર્ટ 1 - image


Muzaffarnagar Child Slapping Case: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની સ્કુલમાં શિક્ષિકાએ એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વરા થપ્પડ મરાવી હતી. આ ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ધર્મના નામ પર બાળકો સાથે આવું થવું ખોટું છે. આ સાથે જ કોર્ટે ઉત્તરપ્રદેશની સરકાર પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો.

આ ઘટના પર ભારે હોબાળો તયો હતો

ઉત્તરપ્રદેશમાં એક ખાનગી શાળામાં એક મહિના પહેલા 24મી ઓગસ્ટે એક શિક્ષકાએ એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા થપ્પડ મરાવી હતી જેનો વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ઉત્તરપ્રદેશની સરકારને આ કેસની તપાસ પર દેખરેખ માટે એક અઠવાડિયાની અંદર જ IPS અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. આ IPS અધિકારીએ એ પણ જોવું જોઈએ કે આ કેસમાં કઈ કલમો લગાવવાની જરુર છે તેમજ સુપ્રીમ કોર્ટને તપાસનો રિપોર્ટ પણ આપવો જોઈએ. આ ઉપરાંત આ કેસમાં જે પણ સાક્ષીઓ છે તેઓને પુરતી સુરક્ષા આપવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું હતું કે જે વિદ્યાર્થીને થપ્પડ મારી છે તેની અન્ય સ્કુલમાં શિક્ષણની વ્યવસ્થા કરાવવી જોઈએ. 

આગામી સુનાવણી 30મી ઓક્ટોબરે નિયત કરી છે.

કોર્ટે ગંભીર અને ચિંતાજનક ગણાવતા કહ્યું હતું કે જીવનના અધિકાર સાથે જોડાયેલો આ મામલો છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 30મી ઓક્ટોબરે નિયત કરી છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી આ વાતનો જવાબ પણ માગ્યો છે કે અત્યાર સુધીમાં આ ઘટનામાં સામેલ વિદ્યાર્થીના કાઉન્સેલિંગ માટે શું કર્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરનગર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે વિદ્યાર્થીના પિતા દ્વારા કરવામાં આવેલા આરોપો તેનો ભાગ નથી. વિદ્યાર્થીના પિતાએ દાવો કર્યો હતો કે તેના પુત્રને ધર્મના કારણે મારવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News