Get The App

EVM મુદ્દે કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતાના દીકરીએ કહ્યું - પુરાવા વગર આરોપ ન લગાવાય

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Supriya Sule


Supriya Sule: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાવિકાસ અઘાડી ઈવીએમ પર સવાલો ઉઠાવી રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. ઈવીએમને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, તેમના પોતાના સહયોગી શરદ પવારની એનસીપીએ તેને ફગાવી દીધી છે. શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલનેએ કહ્યું કે, 'જ્યાં સુધી તેમની પાસે છેડછાડના દાવાઓને સમર્થન આપવા માટે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી ઈવીએમને દોષી ઠેરવવુ ખોટું છે. મેં પોતે 4 વખત આ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી છે.'

જાણો સુપ્રિયા સુલેએ શું કહ્યું 

પુણેની મુલાકાતે આવેલા સુપ્રિયા સુલેએ પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે , 'મને લાગે છે કે જ્યાં સુધી મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી ત્યાં સુધી આરોપ લગાવવો મારા માટે યોગ્ય નથી. હું એક જ ઈવીએમથી ચાર ચૂંટણી જીતી છું.'

આ પણ વાંચો: પંજાબ: કુદરત વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ 11 લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન પોલીસના સકંજામાં

BJD નેતાના ડેટા પર સવાલ

જો કે, સુપ્રિયા સુલેએ એ પણ ઉલ્લેખ કર્યો કે ઘણા લોકો અને રાજકીય પક્ષો, જેમ કે BJD અને આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે તેમની પાસે EVM સાથે છેડછાડના પુરાવા છે. BJD સાંસદ અમર પટનાયકે EVM સામેના તેમના વિરોધને સમર્થન આપવા માટે મંગળવારે તેમને પત્ર દ્વારા કેટલાક ડેટા મોકલ્યા હતા. જો કે, તેમણે આ ડેટાની વધુ વિગતો જાહેર કરી ન હતી.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા વિપક્ષી દળો EVM ને લઈને તેમની ચિંતાઓ અને આરોપો જાહેર કરી રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

EVM મુદ્દે કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતાના દીકરીએ કહ્યું - પુરાવા વગર આરોપ ન લગાવાય 2 - image


Google NewsGoogle News