Get The App

'ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી': વિદેશ મંત્રી એસ જયશંકર

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
'ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી': વિદેશ મંત્રી એસ જયશંકર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2023, શનિવાર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ સામે દેશની પ્રગતિ વાળી તસવીર રજૂ કરો અને દુનિયાને બતાવો કે, ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે અને શું ફેરફાર થઈ રહ્યા છે. 

શું બોલ્યા ભારતના વિદેશમંત્રી?

વિદેશ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરશે. આ પહેલ દ્વારા દેશવાસીઓને છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિ વિશે જાણકારી આપવામાં આવશે. આ સાથે જ તેમને એ પણ સમજાવવામાં આવશે કે, દેશે શું પ્રગતિ કરી છે. જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ ત્યારે આપણે નવા ભારતની વાત કરીએ છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે, જ્યારે પણ તમે આ બધા સૂત્રો સાંભળો છો ત્યારે કદાચ તમે તેના લાભાર્થી ન હોય. આ લાભો વાસ્તવમાં તેમને જ મળશે જેમને ખરેખર તેની જરૂર છે પરંતુ તેનું બીજુ પાસુ પણ છે. આ પાસું છે ચંદ્ર મિશન, સૌથી ઝડપી 5G ટેકનોલોજીને ભારતમાં લાગુ કરવી, Covaxin એ પણ વિકસિત ભારત બની રહ્યું છે. 

વિદેશ મંત્રીએ કહ્યું કે, આ તમામ બાબતોની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એ લોકો માટે જેઓ વિદેશમાં રહે છે. તમારો પ્રભાવ તમારા પરિવાર અથવા કોઈ નાના સમૂહ પૂરતો મર્યાદિત નથી પરંતુ તમે અન્ય લોકો સાથે મુલાકાત કરો છો અને ભારત વિશે તેમના વિચારોને આકાર આપો છો. ભારત કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે તે દુનિયાને દેખાડવું ખૂબ જ જરૂરી છે. 


Google NewsGoogle News