Get The App

ઈસરો રૂ. 17 હજાર કરોડના ખર્ચે નવું લૉન્ચિંગ સેન્ટર બનાવશે, હવે ભારતના રોકેટ આ દેશમાં નહીં ઘૂસે

વડાપ્રધાન મોદી દ્વારા તમિલનાડુના કુલશેખરપટ્ટનમમાં ભારતના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ

શ્રીહરિકોટા જેવું વધુ એક સ્પેસપોર્ટ વિકસાવવાની ઈસરોની તૈયારી, ઈંધણની પણ બચત થશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ઈસરો રૂ. 17 હજાર કરોડના ખર્ચે નવું લૉન્ચિંગ સેન્ટર બનાવશે, હવે ભારતના રોકેટ આ દેશમાં નહીં ઘૂસે 1 - image


India New Spaceport in Kulasekarapattinam : ભારતમાં આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા જેવું વધુ એક સ્પેસપોર્ટ વિકસિત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમિલનાડુ (Tamil Nadu)ના કુલશેખરપટ્ટનમમાં ભારતના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)થી 700 કિલોમીટર દૂર રૂપિયા 17,000 કરોડના ખર્ચે નવું સ્પેસપોર્ટ બનાવાશે અને તેને નાના ઉપગ્રહોના લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરવા માટે વિકસિત કરાશે. ઈસરોની અવકાશ મિશનની પ્રગતિ અને કામગીરી સતત વધતી જઈ રહી છે. તેથી તેનો વિસ્તાર વધારવાની જરૂર હોવાથી વધારાના લોન્ચિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડી રહી છે. તેથી નવું સ્પેસપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તે બની ગયા બાદ ભારત વધુમાં વધુ અંતરિક્ષ મિશનો સરળતાથી પાર પાડી શકશે.

ISRO છતાં બીજું સ્પેસપોર્ટ બનાવવું કારણ?

1970માં સ્થાપના કરાયા બાદ ઈસરોએ ઘણાં સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યા છે. આ ઉપરાંત વિશ્વભરમાં અવકાશ મિશન પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું રહ્યું છે, તો આ મામલે ભારત પણ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. અવકાશ મિશનો પર ઈસરો સતત કામગીરી કરી રહ્યું છે. જો કે ભારત જેમ જેમ અંતરિક્ષ મિશનોનો વિસ્તાર વધારી રહ્યો છે, તેમ તેમ વધારાના લોન્ચિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડી રહી છે. શ્રીહરિકોટા ભારે અને મોટા રોકેટ લોન્ચ કરવા માટે શ્રેષ્ઠ છે, પરંતુ તેના કારણે ધ્રુવીય સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV) અને 500 કિલોગ્રામ વજનના ઉપગ્રહો તહેનાત કરવા માચે ડિઝાઈન કરાયેલા નાના સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV) લોન્ચ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે, તેથી ભારતમાં બીજું સ્પેસપોર્ટ બનાવવું જરૂરી બન્યું છે.

ભારતમાં બીજું સ્પેસપોર્ટ બનવાથી શ્રીલંકાને પણ રાહત થશે

જ્યારે શ્રીહરિકોટાથી ભ્રમણકક્ષાની સ્થિતિ ધરાવતા કેટલાક લોન્ચ કરતા હતા, ત્યારે મિશનોને શ્રીલંકા (Sri Lanka)ના આકાશમાં પણ ભ્રમણ કરવાની જરૂર પડતી હતી. આ સાથે ઈંધણનો પણ ખૂબ વપરાતું હતું. તેથી કુલશેખરપટ્ટનમ વિકસીત થનારું બીજા સ્પેસપોર્ટથી આવી સુરક્ષા સંબંધીત ચિંતાઓ પણ દૂર થશે. આ ઉપરાંત શ્રીલંકાના આકાશમાં પણ રોકેટનો ભ્રમણ કરવાનો અને પડવાનો ખતરો નહીં રહે.


Google NewsGoogle News