ISROનું મોટું અપડેટ, ચંદ્રયાન-3ના લોન્ચ વ્હિકલનો અનિયંત્રિત હિસ્સો ફરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો
LVM3 M4 લોન્ચ વ્હીકલનો 'ક્રાયોજેનિક' ઉપરનો ભાગ બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પ્રવેશ્યું
ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે ઉત્તર પ્રશાંત મહાસાગર પર સંભવિત બિંદુનો અંદાજ લગાવવામાં આવ્યો છે
image : Wikipedia |
ISRO Chandrayan-3 News| આ વર્ષે 14 જુલાઈ ના રોજ ચંદ્રયાન-3ના અંતરિક્ષ યાનને નક્કી કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરનારા LVM3 M4 લોન્ચ વ્હીકલનો 'ક્રાયોજેનિક' ઉપરનો ભાગ બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પ્રવેશ્યો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ જાણકારી આપી.
ISROનું નિવેદન જાણો
ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે ઉત્તર પ્રશાંત મહાસાગર પર સંભવિત બિંદુનો અંદાજ લગાવવામાં આવ્યો છે. છેલ્લો 'ગ્રાઉન્ડ ટ્રેક' (ગ્રહની સપાટી પર વિમાન અથવા ઉપગ્રહના પ્રક્ષેપ પથની ઠીક નીચેનો રસ્તો) ભારતની ઉપરથી પસાર થયો ન હતો.
કેટલા વાગ્યે પ્રવેશ્યો
ઈસરોએ કહ્યું કે આ 'રોકેટ બોડી' LVM-3 M4 લોન્ચ વ્હીકલનો ભાગ છે. બુધવારે તે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર બપોરે 2:42 વાગ્યે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું. ઈસરોએ જણાવ્યું હતું કે રોકેટ બોડીનો પુનઃપ્રવેશ તેના પ્રક્ષેપણના 124 દિવસની અંદર થયો હતો.