Get The App

ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ પૂર્ણ : આ તારીખે મોકલશે ISRO

ચંદ્રયાન-3 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરાશે

હાલ ચાલી રહેલા ઘણા પરીક્ષણો પૂર્ણ થયા બાદ અંતિમ તારીખ જાહેર કરાશે

Updated: Jun 28th, 2023


Google NewsGoogle News
ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ પૂર્ણ : આ તારીખે મોકલશે ISRO 1 - image

નવી દિલ્હી, તા.28 જૂન-2023, બુધવાર

ભારતમાં ચંદ્રયાન-3 મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-3ને 12-19 જુલાઈ વચ્ચે લોન્ચ કરી શકે છે. ઈસરોના ચીફ એસ.સોમનાથે જણાવ્યું કે, લોન્ચની તારીખ અંગે ઘણી વાતો થઈ રહી છે. હાલ ઘણા પરીક્ષણો ચાલી રહ્યા છે અને તે પૂર્ણ થયા બાદ અંતિમ તારીખ જાહેર કરાશે. અગાઉ એવી માહિતી મળી હતી કે, ઈસરો 13મી જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરવાની તૈયારીો કરી રહ્યું છે. 

ચંદ્રયાન-3 શ્રીહરિકોટા સેન્ટર પરથી લોન્ચ કરાશે

ચંદ્રયાન-3 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સેન્ટર પરથી બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરાશે. જો આ પ્રક્ષેપણ સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અગાઉ માત્ર અમેરિકા, રશિયા અને ચીન આવું કરી શકતા હતા. વાસ્તવમાં ચંદ્રયાન-3 મિશનને 22 જુલાઈ-2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 2 મહિના બાદ 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદ ભારતે ચંદ્રયાન-3 મિશનની તૈયારીઓ આરંભી દીધી છે.

તમામ ટેસ્ટ પૂર્ણ થયા બાદ કરાશે લોન્ચ

ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે, આ વિન્ડો દરમિયાન ટેસ્ટ ત્યારે જ કરાશે, જ્યારે તમામ પરીક્ષણો સફળ થશે. તેમણે જણાવ્યું કે, આગામી પ્રક્ષેપણ દરમિયાન કોઈ સમસ્યા ન થાય તે માટે ચંદ્રયાન-3ના હાર્ડવેર, સ્ટ્રક્ચર, કોમ્પ્યુટર, સોફ્ટવેર અને સેન્સરમાં સુધારો કરાયો છે.


Google NewsGoogle News