ISRO ના નામે નોંધાશે વધુ એક સિદ્ધિ, નવા મિશન INSAT-3DSનો શું છે ઉદ્દેશ્ય? ક્યારે લોન્ચિંગ?

ISRO નું નવું મિશન INSAT-3DS, હવામાન અંગે હાઈ ક્વૉલિટી ડેટા કરશે એકત્રિત

હવામાનની આગાહી કરવાની ક્ષમતાને વધુ મજબૂત કરશે

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ISRO ના નામે નોંધાશે વધુ એક સિદ્ધિ, નવા મિશન INSAT-3DSનો શું છે ઉદ્દેશ્ય? ક્યારે લોન્ચિંગ? 1 - image

image : Twitter



What Is ISRO’s New Weather Satellite | ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી હતી કે તેનો વેધર સેટેલાઇટ INSAT-3DS શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરે મોકલી દેવાયો છે. તેને GSLV F14 થી લોન્ચ કરાશે. આ એક વિશેષ વેધર સેટેલાઈટ (હવામાન માટેનું ઉપગ્રહ) છે જે ISRO દ્વારા વિકસિત કરાયો છે. 

INSAT-3DS સેટેલાઈટ શું છે?

આ હવામાનના અવલોકનો કરવા માટે ખાસ તૈયાર કરાયેલ સેટેલાઈટ છે જે હવામાનની આગાહી કરવાની ક્ષમતાને વધુ મજબૂત કરશે. આ સેટેલાઇટ કટીંગ એજ પેલોડ્સથી સજ્જ છે જેમાં 6 ચેનલ ઈમેજર અને 19 ચેનલ સાઉન્ડર સામેલ છે. ISROનું કહેવું છે કે તેનાથી હાઈ ક્વૉલિટી ડેટા એકત્રિત કરવામાં સારી એવી મદદ મળશે. 

INSAT-3DSમાં કયા કયા ફીચર્સ છે? 

INSAT-3DS ના અન્ય ફીચર્સમાં રિલે ટ્રાન્સપોન્ડર જેવા કમ્યુનિકેશન પેલોડ્સની સામેલ છે. આ ઉપકરણ ઓટોમેટિક ડેટા કલેક્શન પ્લેટફોર્મ્સ અને ઓટોમેટિક વેધર સ્ટેશન્સ દ્વારા ડેટા એકત્રિત કરે છે અને હવામાનની આગાહી કરવાની ક્ષમતાને વધુ મજબૂત કરે છે. આ સાથે જમીન અને દરિયાની સપાટી પર નજર રાખવા માટે તે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે.

અર્લી વોર્નિંગ સિસ્ટમ મજબૂત બનશે 

આ ઉપગ્રહમાં એક કોમ્પોનન્ટ SAS&R ટ્રાન્સપોન્ડર પણ સ્થાપિત કરાયું છે. તે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલવા અને બીકન ટ્રાન્સમિટર્સથી એલર્ટને શોધી કાઢવાની સાથે સાથે ગ્લોબલ સર્ચ તથા રેસ્ક્યૂ સર્વિસમાં પણ મદદ કરશે. આ સેટેલાઈટનું ડિઝાસ્ટર વૉર્નિંગ સિસ્ટમ માટે ડેટા ઉપલબ્ધ કરાવવા અને અર્લી વોર્નિંગ કેપેબિલિટીઝને શ્રેષ્ઠ બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. 

ISRO ના નામે નોંધાશે વધુ એક સિદ્ધિ, નવા મિશન INSAT-3DSનો શું છે ઉદ્દેશ્ય? ક્યારે લોન્ચિંગ? 2 - image



Google NewsGoogle News