ISROનો અત્યાધુનિક ઉપગ્રહ INSAT-3DS લોન્ચ, હવે મળશે આફતોની સચોટ જાણકારી
INSAT-3DSનું લોન્ચિંગ જે રોકેટ જીએસએલવી એફ14થી કરાશે તેને નોટી બોય પણ કહેવાય છે
image : Twitter |
ISRO INSAT-3DS Launch By Naughty Boy Rocket Gslv F14 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજે તેના હવામાન ઉપગ્રહ INSAT-3DSને સફળતાપૂર્વચ લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગ જીએસએલવી એફ14ને રોકેટ દ્વારા કરાયું છે. ઈનસેટ-3ડીએસ સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આજે સાંજે 05:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાયું હતું.
હવામાનની મળશે સચોટ જાણકારી
જીએસએલવી એફ14 હવામાન સેટેલાઇટ INSAT-3DSને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
શું છે આ મિશનનો ઉદ્દેશ્ય?
INSAT-3DS સેટેલાઈટ દરિયાની સપાટીનું ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે જેનાથી હવામાનની સચોટ જાણકારી મળી શકે અને સાથે જ પ્રાકૃતિક આપત્તિઓ વિશે પણ સચોટ અનુમાન લગાવી શકાય. જ્યારે પ્રાકૃતિક આપત્તિઓની અગાઉથી સચોટ માહિતી મળશે તો તેને રોકવા માટે પણ અસરદાર ઉપાયો કરવામાં મદદ મળશે. ભારતીય હવામાન એજન્સીઓ માટે આ હવામાન સેટેલાઈટ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
નોટી બોયથી લોન્ચિંગ કરાયું
INSAT-3DSનું લોન્ચિંગ જે રોકેટ જીએસએલવી એફ14થી કરાયું છે તેને નોટી બોય પણ કહેવાય છે. ખરેખર નોટી બોય એટલા માટે કેમ કે જીએસએલવી એફ14નું આ 16મું મિશન હશે અને અગાઉ તેના 40 ટકા મિશન નિષ્ફળ ગયા છે.