ઈસરોએ રચ્યો ઈતિહાસ, યુરોપીય અંતરિક્ષ એજન્સીનું PROBA-3 મિશન કર્યું લોન્ચ
Image: Facebook
PROBA-3 Mission Launch: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C59/PROBA-3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ મિશન એક વાણિજ્યિક મિશન હતું, જેમાં ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) તરફથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું. PSLV-C59 રોકેટESA (યુરોપીય અંતરિક્ષ એજન્સી) ના PROBA-3 ઉપગ્રહને પોતાની નક્કી કક્ષામાં સ્થાપિત કરવા માટે મોકલી રહ્યું હતું.
મિશનની સફળતા પર ઈસરોએ શું કહ્યું?
ઈસરોએ ટ્વીટ કરીને આ મિશનની સફળતાની જાહેરાત કરી. PSLV-C59/PROBA-3 મિશને પોતાના લક્ષ્યોને ચોક્કસાઈથી પૂરા કર્યાં અને ESA ના ઉપગ્રહોને તેની નક્કી કક્ષામાં સફળતાથી સ્થાપિત કર્યાં. ઈસરોએ આને PSLV ની વિશ્વસનીયતા, NSIL અને ISROનો સહયોગ અને ESA ના અભિનવ હેતુંઓનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યા. આ મિશન PSLVના પ્રદર્શન, ઈસરો અને NSILની ભાગીદારી અને ESA ની નવી તકનીકો પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.