'જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે', ISROનું એલાન

ચંદ્રયાન મિશન સંપૂર્ણ રીતે સફળ અને મિશન પૂર્ણ થયું : ISRO Chief

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
'જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે', ISROનું એલાન 1 - image


ISRO Chief At Somnath temple : ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું સોફટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને (ISRO Chairman S Somanath reached Somnath temple for offered prayers) પધાર્યા હતાં ત્યારે તેમણે વિક્રમ (Vikram) લેન્ડર અને પ્રજ્ઞાન (Pragyan) રોવર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 (Chandrayaan-3) રહેશે.

ચંદ્રયાન-3 મિશન પૂર્ણ થયું છે : ISROના ચેરમેન

ISROના ચેરમેન એસ. સોમનાથે આજે ગુજરાતના વેરાવળમાં સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. અહી તેમણે કહ્યું હતું કે ભારતનું ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ રીતે (isro chief s somnath said chandrayaan-3 mission completed) સફળ રહ્યું છે અને તે મિશન પૂર્ણ થયું છે. જે કામ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને આપવામાં આવ્યું (pragyan rover vikram lander had done their job) હતું તે કામ સફળતાપૂર્વક કર્યું છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો રોવર અને લેન્ડરના સર્કિટને નુકસાન થયું નહીં હોય તો તે ફરીથી એક્ટિવ થઈ શકે છે. કારણ કે શિવ શક્તિ પોઈન્ટ પર તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી સુર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર પર હાજર રહેશે.

પ્રજ્ઞાન-વિક્રમ એક્ટિવ ન થાય તો પણ કોઈ સમસ્યા નથી : ISROના ચેરમેન

ISROના ચેરમેને આગળ કહ્યું હતું કે પ્રજ્ઞાન (Pragyan)-વિક્રમ (Vikram) એક્ટિવ ન થાય તો પણ કોઈ સમસ્યા નથી. બંનેએ પોતાનું કામ પૂર્ણ કરી દીધુ છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે અમે સંપર્ક (Efforts are on to establish contact with Vikram Lander and Pragyan Rover) કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગલી રાત થાય તે પહેલા સુધી પ્રયાસ ચાલુ રહેશે પરંતુ ત્યાંથી કોઈ મેસેજ આવી રહ્યો નથી. આનો મતલબ એ છે કે તેની પાસે સિગ્નલ સમજવાની સમજ રહી નથી. આ બાદ તેણે ISROના ચેરમેને આગળના મિશન વિશે વાત કરી હતી. આજે સોમનાથ પધારેલા ISROના ચેરમેનનું સોમનાથ તીર્થમાં ચાલી રહેલ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાનમાં સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News