NASA ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મોકલશે સ્પેસ સ્ટેશન, ટૂંક સમયમાં શરૂ થશે ટ્રેનિંગ
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર |
India-America Space Mission : ભારતે સ્પેસ મિશન માટે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ભારત તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. જ્યારે બેકઅપ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર (Prasanth Balakrishnan Nair)ની પસંદગી કરાઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) હેઠળ ભારત-યુએસ મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે સૌથી યુવા વ્યક્તિની પસંદગી કરી છે. શુક્લાને તાજેતરમાં ભારતીય વાયુસેનામાં પ્રમોશન મળ્યું છે. આ ક્રૂ મેમ્બર્સની અંતિમ મંજૂરી મલ્ટિલેટરલ ક્રૂ ઓપરેશન્સ પેનલ (MCOP) તરફથી કરવામાં આવશે.
કોણ છે શુભાંશુ શુક્લા?
10 ઓક્ટોબર 1985ના રોજ લખનૌમાં જન્મેલા શુભાંશુ શુક્લાએ પ્રારંભિક શિક્ષણ સીએમએસ અલીગંજથી કર્યું હતું. હાલમાં તેઓ એરફોર્સમાં વિંગ કમાન્ડર છે. તેમની માતા આશા શુક્લા ગૃહિણી છે.
2006માં એરફોર્સના ફાઇટર સ્ટ્રીમમાં તૈનાત
શુભાંશુ શુક્લા નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માંથી પાસ આઉટ થયા બાદ એરફોર્સમાં નિયુક્ત થયા હતા. 17 જૂન 2006ના રોજ, તેઓ એરફોર્સના ફાઇટર સ્ટ્રીમમાં તૈનાત થયા હતા. હાલમાં તે ફાઇટર કોમ્બેટ લીડર અને ટેસ્ટ પાઇલટ તરીકે કામ કરી રહ્યો છે. તેઓ આકાશની ઊંચાઈઓ પર નેવિગેટ કરવામાં માહિર છે. તેમની પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જગુઆર, ડોર્નિયર, AN-32, MKI, SU-30 અને મિગ 21 થી મિગ 29 સુધી ઉડાવવામાં તેમની પારંગતતા છે.
શુક્લા પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાંથી અભ્યાસ કર્યા પછી 18 ડિસેમ્બર 2004 ના રોજ ભારતીય વાયુસેનાના લડાયક પ્રવાહમાં પોસ્ટ થયેલા ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ પ્રયાગરાજ જિલ્લાના છે. તેની પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તેઓ સુખોઈ-30, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્નિયર, એએન-32 અને અન્ય યુદ્ધ વિમાનો ઉડાવવામાં નિપુણતા ધરાવે છે.
વાયુસેનાના ચાર અધિકારીઓએ રશિયામાં તાલીમ મેળવી
આ મિશન માટે પસંદ કરાયેલા ચાર વાયુસેના અધિકારીઓને રશિયાના મોસ્કોમાં યુરી ગાગરીન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. તેમને વજનહીનતા, ઊંડા પાણીના દબાણ સહિત ઘણી જટિલ તાલીમમાંથી પસાર થવું પડ્યું હતું. આ અધિકારીઓને ફેબ્રુઆરી 2020 થી માર્ચ 2021 વચ્ચે તાલીમ આપવામાં આવી હતી.