Get The App

રોવરના ટાયરમાં ઇસરો અને અશોક સ્તંભનું ચિહ્ન, ચંદ્રયાન- ૩ની વાયરલ તસ્વીરનું સત્ય

ચંદ્વ પર વાતાવરણ ન હોવાથી આ નિશાન હવે કયારેય નહી ભૂસાવાનો દાવો

રોવર જેમ આગળ વધતું જશે તેમ ભારતની અમીટ છાપ જેવા નિશાન છોડશે

Updated: Aug 24th, 2023


Google NewsGoogle News
રોવરના ટાયરમાં ઇસરો અને અશોક સ્તંભનું ચિહ્ન, ચંદ્રયાન- ૩ની વાયરલ તસ્વીરનું સત્ય 1 - image


નવી દિલ્હી,૨૪ ઓગસ્ટ,૨૦૨૩, ગુરુવાર 

ચંદ્રયાન-૩ની સફળતાનો ઉત્સાહ સમાતો નથી. લોકો સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની તસ્વીરો અને વીડિયો પોસ્ટ કરી રહયા છે.  કેટલીક તસ્વીરો વાયરલ થવાથી લોકો વ્યૂઅર મળી રહયા છે. ચંદ્રયાન-૩ મૂન મિશન સાથે સંકળાયેલી એક તસ્વીરમાં ઇસરો અને અશોક સ્તંભનું ચિહ્ન દેખાય છે. કેટલાક લોકો એવો દાવો કરી રહયા છે કે ચંદ્રયાન -૩ મિશનના રોવરના ટાયર દ્વારા  ચંદ્રની સપાટી પર આ ચિહ્નો બનાવાયા છે.

રોવરના ટાયરમાં ઇસરો અને અશોક સ્તંભનું ચિહ્ન, ચંદ્રયાન- ૩ની વાયરલ તસ્વીરનું સત્ય 2 - image

રોવર જેમ આગળ વધતું જશે તેમ ભારતની અમીટ છાપ જેવા નિશાન પણ પડતા રહેશે કારણ કે આ નિશાન રોવરના ટાયર સાથે કોતરવામાં આવ્યા છે.ચંદ્વ પર વાતાવરણ ન હોવાથી આ નિશાન હવે કયારેય ભુંસાવાના નથી. ચંદ્રમાની સપાટી પર આ છાપ કાયમને માટે અંકિત થઇ હોવાનો દાવો કરવામાં આવે છે.

ચંદ્રયાન-૩ ની સફળતા બેશક ભારત જ નહી દુનિયા માટે ગૌરવપૂર્ણ ઘટના છે પરંતુ તપાસ કરતા આ દાવો ભ્રામક સાબીત થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ તસ્વીર ઇસરો દ્વારા બહાર પાડવામાં આવી નથી. હા રોવરના પાછલા પૈડા ઉપર અશોક સ્તંભનું ચિહ્ન છે પરંતુ આ તસ્વીર રોવરના પૈડાની અસલી તસ્વીર નથી. 


Google NewsGoogle News