Get The App

ઈરાન પર વળતો પ્રહાર કરે ઈઝરાયલ, પરંતુ... બાઈડેને નેતન્યાહુ સામે મૂકી આ શરત

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
Israel Iran War


Iran- Israel War: મધ્ય-પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયલ સતત લેબનોન પર હુમલો કરી રહ્યું છે. જેનો જવાબ આપતાં ઈરાન અને લેબનોન તરફથી પણ ઈઝરાયલ પર હવાઈ હુમલા થઈ રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, ઈઝરાયલ ઈરાન વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી શકે છે. પરંતુ હુમલામાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. બાઈડેને ઈઝારયલને આગ્રહ કર્યો છે કે, તે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો ન કરે.

શું બોલ્યા પૂર્વ મુખ્યમંત્રી

ઈઝરાયલના પૂર્વ મુખ્યમંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે, 'ઈરાન છેલ્લા 30 વર્ષથી ઈઝરાયલીઓને નિશાન બનાવી રહ્યું છે. તેણે તેના આતંકવાદી નેટવર્ક - હિઝબુલ્લાહ, હમાસ, ઇસ્લામિક જેહાદ અને અન્યની મદદથી ઇઝરાયલને ઘેરી લેવા અને હુમલો કરવા ઉભા કર્યા છે. ઈરાનની સરકારે આ આતંકવાદીઓને પૈસા, તાલીમ અને હથિયારો પૂરા પાડ્યા હતા. જો તે ઇઝરાયલની અદ્ભુત ટેક્નોલોજી ન હોત તો આ મિસાઇલો હજારો નિર્દોષ લોકોની હત્યા કરી શકી હોત.

આ પણ વાંચોઃ ઈઝરાયલે ગાઝાની મસ્જિદ પર કરી એસ્ટ્રાઈક, 18નાં મોત, યુદ્ધને એક વર્ષ પૂરું થતાં લોકો એકઠાં થયા હતા

પરમાણુ પ્લાન્ટ પર હુમલાની તૈયારી

ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે પોતાના X (Twitter) હેન્ડલ પર સ્પષ્ટ લખ્યું હતું કે હવે ઈરાનના પરમાણુ પ્લાન્ટ સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. તેમના કેન્દ્રીય ઉર્જા કેન્દ્રોનો સંપૂર્ણ નાશ કરો. જેથી આતંકવાદીઓના સામ્રાજ્યનો અંત લાવી શકાય. આ હુમલો આતંકના ઓક્ટોપસના માથા પર થશે.

ફ્રાન્સની કંપની પર કર્યો હુમલો

ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, રિપોર્ટ અનુસાર ઈઝરાયલે બેરુતના દક્ષિણી ઉપનગરમાં ફ્રાન્સની કંપની ટોટલ એનર્જીસ પર હવાઈ હુમલો કર્યો છે. મળેલી માહિતી મુજબ, આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી.

ઈરાન પર વળતો પ્રહાર કરે ઈઝરાયલ, પરંતુ... બાઈડેને નેતન્યાહુ સામે મૂકી આ શરત 2 - image


Google NewsGoogle News