Israel-Hamas War : પેલેસ્ટાઈન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના PM નેતન્યાહુએ PM મોદીને કર્યો ફોન, આ અંગે કરી વાતચીત

ભારતના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઈઝારયેલ સાથે મજબુતી સાથે ઉભો છે : PM મોદી

વડાપ્રધાન મોદીએ હમાસે ઈઝરાયેલ પર કરેલા આતંકવાદી હુમલાની કડક ટીકા કરી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : પેલેસ્ટાઈન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના PM નેતન્યાહુએ PM મોદીને કર્યો ફોન, આ અંગે કરી વાતચીત 1 - image

નવી દિલ્હી, તા.10 ઓક્ટોબર-2023, મંગળવાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધ (Israel and Palestine War)નો આજે ચોથો દિવસ છે, ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ આજે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, હું ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપનાર વડાપ્રધાન નેતન્યાહૂનો ધન્યવાદ કરું છું. ભારતના લોકો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઈઝારયેલ સાથે મજબુતી સાથે ઉભો છે. ભારત આતંકવાદના તમામ રૂપોની કડક ટીકા કરે છે.

હમાસ હુમલા અંગે શું બોલ્યા પીએમ મોદી ?

આતંકવાદી સંગઠન હમાસે (Hamas) શનિવારે ઈઝરાયેલ પર આડેધડ ગોળીબાર અને મિસાઈલ મારો ચલાવ્યો છે, ત્યારે પીએમ મોદીએ હુમલી નિંદા કરી ઈઝરાયેલ સાથે એકતા દર્શાવી છે. મોદીએ આ ઘટનાને આતંકવાદી હુમલો કહી કડક ટીકા કરી છે. મોદીએ કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાનું જાણી દુઃખ થયું. હુમલામાં અસગ્રસ્ત પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે આ વિકટ પરિસ્થિતિમાં ઈઝરાયેલ સાથે મજબુતી સાથે ઉભા છીએ.

ભારત એક પ્રભાવશાળી દેશ : ભારતમાં ઈઝરાયેલી રાજદૂત

ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને અગાઉ કહ્યું હતું કે, તેમના દેશને ભારતના મજબુત સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તે આતંકવાદના પડકારને સમજે છે અને આ સંકટને પણ સારી રીતે જાણે છે. આ સમયે હમાસનો અત્યાચાર અટકાવવા અમને તમામ ક્ષમતા આપવી ખુબ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, અમને ભારત તરફથી ભારે સમર્થન મળ્યું છે. અમને આશા છે કે, વિશ્વના તમામ દેશો સેંકડો ઈઝરાયેલી નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની નિર્દોષ હત્યા અને અપહરણની નિંદા કરશે. આ અસ્વિકાર્ય છે.

ચાર દિવસમાં 1600ના મોત

પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1600 લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.


Google NewsGoogle News