Israel-Hamas War : યુદ્ધને પગલે એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવની ફ્લાઈટો કેન્સલ કરી

મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એર ઈન્ડિયાએ ફ્લાઈટો કેન્સલ કરવાનો નિર્ણય કર્યો

ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં ફિલિસ્તાઈન પણ કુદી પડ્યું, 300થી વધુના મોત, સેંકડો ઈજાગ્રસ્ત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War : યુદ્ધને પગલે એર ઈન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવની ફ્લાઈટો કેન્સલ કરી 1 - image

નવી દિલ્હી, તા.08 ઓક્ટોબર-2023, રવિવાર

હાલ ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં 300થી વધુના મોત અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘુસી રસ્તા પર અંધાધૂધ ગોળીબાર કરી રહ્યા છે, ત્યારે એર ઈન્ડિયા (Air India)એ તેલ અવીવ (Tel Aviv)ની ફ્લાઈટો 14 ઓક્ટોબર સુધી કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. 

સુરક્ષાને ધ્યાને લઈ ફ્લાઈટ કેન્સલનો નિર્ણય લેવાયો

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સુધી જતી અને ત્યાંથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને 14 ઓક્ટોબર સુધી સસ્પેન્ડ કરી દેવાઈ છે. પ્રવક્તાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારું કર્તવ્ય છે. આ તારીખોમાં જે પણ લોકોએ કન્ફર્મ બુકિંગ કરાવ્યું હતું, તે તમામ લોકોની તમામ સંભવ મદદ કરવામાં આવશે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈન પણ કુદ્યું

પેલેસ્ટાઈનમાં આશરે લઈ રહેલા આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ ઉપર શનિવારે વહેલી સવારથી 5000 રોકેટનો મારો ચલાવી ભારે વિનાશ વેર્યો છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં પેરાગ્લાઈડર, સમુદ્ર, જમીન માર્ગે ઘૂસ્યા હતા અને રસ્તામાં આવતા-જતા તમામ લોકો પર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા બાદ ફિલિસ્તાઈએ પણ ઈઝરાયેલ ((Israel-Palestinians War)) સાથે યુદ્ધ શરૂ કરી દીધું છે. 


Google NewsGoogle News