'પેલેસ્ટાઈનની જમીન પર ઈઝરાયેલે 80 વર્ષથી કબજો કરી રાખ્યો છે' અસદુદ્દીન ઓવૈસીએ મૂક્યો મોટો આરોપ
કહ્યું - મહાત્મા ગાંધીએ હંમેશા પેલેસ્ટિનિયન લોકોનું સમર્થન કર્યું છે
ઓવૈસીએ કહ્યું કે દુનિયાએ ઈઝરાયલની હિંસા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ઈઝરાયેલ પર છેલ્લા 80 વર્ષથી પેલેસ્ટાઈનની જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં ઓવૈસીએ કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ઈઝરાયેલે છેલ્લા 80 વર્ષથી પેલેસ્ટાઈનની જમીન પર કબજો જમાવ્યો છે.
મહાત્મા ગાંધીનો ટાંકીને કર્યું મોટું નિવેદન
ઓવૈસીએ મહાત્મા ગાંધીને ટાંકીને આગળ જણાવ્યું હતું કે, “હું મારા દેશના લોકોને કહેવા માંગુ છું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જેમ ઈંગ્લેન્ડ અંગ્રેજો અને ફ્રાન્સ ફ્રેન્ચ લોકોની જમીન છે તેમ પેલેસ્ટાઈન આરબોની ભૂમિ છે. તેમણે કહ્યું, "ભારતે હંમેશા પેલેસ્ટિનિયન લોકોનું સમર્થન કર્યું છે. અમને હંમેશા એવું લાગતું હતું કે પેલેસ્ટાઈનીઓને પોતાનો સ્વતંત્ર દેશ હોવો જોઈએ."
અલ-અક્સા મસ્જિદનો ફોટો શેર કર્યો હતો
આ અગાઉ ઔવેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને અલ અક્સા મસ્જિદનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે હેડ્સ ઓફ ગાઝા, પેલેસ્ટાઇન ઝીંદાબાદ, હિંસા મુર્દાબાદ. મસ્જીદ એ અક્સા આબાદ રહે. તેમણે કહ્યું હતું કે 21 લાખની વસ્તીવાળા દેશના 10 લાખ ગરીબ લોકો બેઘર થઈ ગયા છે. દુનિયા મૌન છે. તમે ઇઝરાયેલનો કબજો જોતા નથી, તમે અત્યાચાર જોતા નથી.
અટલ બિહારી વાજપેયીનો વીડિયો શેર કર્યો
AIMIM સાંસદે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે પેલેસ્ટાઈન મુદ્દાની તરફેણમાં વાત કરી હતી. વીડિયો શેર કરતાં ઓવૈસીએ કહ્યું કે, "ભાજપના એક દિવંગત નેતાએ એકવાર પેલેસ્ટાઈન વિશે કહ્યું હતું કે આરબોની જમીન પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. અમે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવતા એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી હતી ત્યારે તેને બદલી દેવામાં આવી.