Get The App

પેલેસ્ટાઈન એમ્બેસી પહોંચ્યા કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓ, સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

વિવિધ પક્ષોના નેતાઓએ દિલ્હી સ્થિત પેલેસ્ટાઈનના રાજદૂત સાથે બેઠક યોજી

મણિશંકર અય્યર, દાનિશ અલી, કેસી ત્યાગી સહિતના નેતાઓએ યુદ્ધને લઈ ચિંતા વ્યક્ત કરી

Updated: Oct 16th, 2023


Google News
Google News
પેલેસ્ટાઈન એમ્બેસી પહોંચ્યા કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓ, સંયુક્ત નિવેદન બહાર પાડ્યું 1 - image

નવી દિલ્હી, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

ઈઝરાયે-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને 10 દિવસ વીતી ગયા છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ પણ આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધને લઈ ભારતના રાજકીય નેતાઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે દિલ્હી સ્થિત પેલેસ્ટાઈન એમ્બેસી (Palestine Embassy)માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના મહાસચિવ દિપાંકર ભટ્ટાચાર્ય (Dipankar Bhattacharya), જેડીયુ નેતા કેસી ત્યાગી (KC Tyag), પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યર (Mani Shankar Aiyar), બીએસપી સાંસદ દાનિશ અલી (Danish Ali) અને આરજેડી સાંસદ મનોઝ ઝા (Manoj Jha) સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પેલેસ્ટાઈન પ્રત્યે એકતા દેખાડી હતી.

વિવિધ પક્ષોના નેતાઓ પેલેસ્ટાઈનના રાજદૂતને મળ્યા

દિપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે, અમે અહીં એકતા અને ચિંતા વ્યક્ત કરવા આવ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે, વહેલીતકે શાંતિ સ્થપાય. પેલેસ્ટાઈનના રાજદૂત સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ કે.સી.ત્યાગી અને મણિશંકર ઐય્યર સહિત ઘણા વિપક્ષી નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે.

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જી

ઉલ્લેખનિય છે કે, હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં મોટી ખુંવારી સર્જી હતી. આ દરમિયાન આતંકીઓએ વહેલી સવારે ઈઝરાયેલ પર રોકેટોનો મારો શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી આવતા-જતા લોકો પર ફાયરિંગ પણ કર્યું, ત્યારબાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને જીતીને રહીશું...

યુદ્ધમાં અત્યાર સુધીમાં 4000થી વધુના મોત

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને 10 દિવસ વિતિ ગયા છે, ત્યારે ઈઝરાયેલી સેનાના જણઆવ્યા મુજબ ગાઝામાં 199 લોકોને બંધક બનાવાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં લગભગ 23 લાખ લોકો રહે છે, જ્યાં સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગૈલેન્ટે સોમવારે કહ્યું કે, ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરવામાં આવશે.

Tags :